નવી દિલ્હી : ફ્યૂચર ગ્રૂપે કેવિયેટની એક કોપી એમેઝોનને મોકલી છે. જેમાં એમેઝોનને કહ્યું કે, મધ્યસ્થતા સમાધાન અધિનિયમની કલમ 9 હેઠળ સૂચિત પ્રતિવાદી / કેવિયેટ વિરુદ્ધ કોઈપણ અરજી દાખલ કરવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં નોટિસ આપવા કહેવામાં આવ્યું છે.એમેઝોનએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
એમેઝોન દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે
તાજેતરમાં જ સિંગાપુરની આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્રે એમેઝોનના પક્ષમાં નિર્ણય સંભળાવતા રિલાયન્સ -ફ્યૂચર સમૂહએ ડીલ પર રોક લગાવ્યો હતો. ત્યારબાદ કિશોર બિયાનીના નેતૃત્વવાળા ગ્રુપે કહ્યું હતું કે, તે આ નિર્ણયને માનવા માટે બંધાયેલ નથી. ત્યારે મધ્યસ્થતા કેન્દ્રના નિર્ણયને લાગુ કરાવવા માટે એમેઝોન દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. એમેઝોનના આ વલણને સંભળાવતા ફ્યુચર ગ્રૂપને એક કેવિયેટ ફાઇલ કરી છે.