ફ્રાંસના નાણા પ્રધાન બ્રુનો લી મેયરે કહ્યું કે ડિજિટલ ટેક્સ લાગુ રહેશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાંસે લગાડેલા ડિજિટલ ટેક્સના નિર્ણયને મૂર્ખ ગણાવતા ટ્વિટ કર્યું કે તેઓ બદલામાં ફ્રેન્ચ વાઇન પર ટેક્સ લગાવશે.
આ તરફ મેયરએ ટ્રમ્પના આ ટ્વિટના જવાબમાં કહ્યું કે "ફ્રાંસ દરેક સ્થિતિમાં આ ટેક્સ ચાલું રાખશે."
મેયરના કાર્યાલયના અનુસાર, તેમણે કહ્યું, "ડિજિટલ ગતિવિધિઓ પર તમામ જગ્યાએ ટેક્સ લગાડવો એ આપણા બધા માટે એક પડકાર છે." તેમણે કહ્યું કે આ ટેક્સ એક તાત્કાલિક પગલું છે. કારણ કે આ વિષય પર આંતરરાષ્ટ્રીય ટેક્સ કરાર પર વાતચીત ચાલી રહી છે.
ફ્રાંસે આ અઠવાડિયે ત્રણ ટકાના દરે ડિજિટલ ટેક્સ લાગુ કર્યો છે. આ મુખ્યત્વે એવી કંપનીઓ માટે છે કે જે ઑનલાઇન જાહેરાત વેચવા માટે ગ્રાહકની સૂચનાઓનો ઉપયોગ કરે છે.