ગુજરાત

gujarat

ETV Bharat / business

RILની 42 મી વાર્ષિક સામાન્ય સભા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળ્યું ઇતિહાસનું સૌથી મોટું રોકાણ - Jio વિશ્વનું બીજું સૌથી મોટું ઑપરેટર

મુંબઇ: દેશની દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ 42 મી વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના શેરધારકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કંપનીના વિવિધ ક્ષેત્રના ગ્રોથ વિશે માહિતી આપી હતી.મુકેશ અંબાણીએ જણાવ્યું કે ઑઇલ અને ગેસ સિવાય Jio અને રિટેલ ગ્રોથના મુખ્ય એન્જિન છે. રિલાયન્સના રિટેલ અને Jioએ ટીકાકારોને ખોટા સાબિત કર્યા છે. આ બંને પોતપોતાના ક્ષેત્રની ટોચની 10 કંપનીઓમાં સામેલ છે.

hgmjh

By

Published : Aug 12, 2019, 1:22 PM IST

Updated : Aug 12, 2019, 3:44 PM IST

સાઉદી અરબ કંપની "સાઉદી અરેમેકો" 20 ટકા રોકાણ કરશે

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કંપનીના ઇતિહાસમાં સૌથી મોટું રોકાણ મળ્યું છે.
  • RILના ઑઇલ અને કેમિકલ ડિવીઝનમાં સાઉદી અરબ કંપની "સાઉદી અરેમેકો" 20 ટકા રોકાણ કરશે.
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીએ આ માહિતી આપી હતી. RILએ સાઉદી અરેમેકો સાથે કરાર કર્યો છે, આ માટે તે 75 બિલિયન ડૉલર ખર્ચ કરશે.

Jio વિશ્વનું બીજું સૌથી મોટું ઑપરેટર

  • Jio વિશે તેમણે કહ્યું કે Jio દર મહિને એક કરોડ નવા ગ્રાહક બનાવી રહ્યું છે અને આ રીતે Jio વિશ્વની બીજી સૌથી મોટી ઑપરેટર કંપની બની છે.
  • Jio દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે અને Jioમાં રોકાણનું કામ પૂર્ણ થયું છે. જો કે, Jioની ક્ષમતાના વિસ્તરણ માટે સામાન્ય રોકાણની જરૂર છે.

50 લાખ ઘરો સુધી પહોંચ્યું Giga Fiber

  • મુકેશ અંબાણીએ વધુમાં કહ્યું કે કંપનીએ ડિજિટલ ઇન્ફ્રામાં 3.5 લાખ કરોડનું રોકાણ કર્યું છે.
  • ગીગા ફાઇબર માટે 1.5 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. તેમણે દાવો કર્યો છે કે 1 વર્ષમાં ગીગા ફાઇબર દેશભરમાં પહોંચી જશે.
  • અત્યાર સુધીમાં 50 લાખ ઘરો સુધી Giga Fiber પહોંચી ગયું છે.
  • JIO IoT પ્લેટફોર્મ 1 જાન્યુઆરી 2020 થી લોકો માટે ઉપલબ્ધ થશે.
  • JIO IoT સાથે 1 અબજ ઘરોને જોડવાનું કંપનીનું લક્ષ્ય છે.
  • આ સિવાય કંપની તમામ કેબલ ઓપરેટરો સાથે ભાગીદારી કરવાનું લક્ષ્યાંક બનાવી રહી છે.

JIO Fiberનું કોમર્શિયલ લૉન્ચ

  • 5 સપ્ટેમ્બરે JIO ફાઇબરનું કોમર્શિયલ લૉન્ચ થશે.
  • JIO ફાઇબરમાં 100 mbpsથી 1 gbps સુધીની સ્પીડ હશે.
  • JIO ફાઇબર યોજના દર મહિને 700 રૂપિયાથી શરૂ થશે. JIO પ્રીમિયમ ગ્રાહકો રિલીઝ થયા પછી ફિલ્મ જોઈ શકશે.
  • JIO ફાઈબરથી યુએસ, કેનેડા માટે 500 રૂપિયાના પ્લાનની પણ જાહેરાત કરવામાં આવી હતી.
  • વિદેશમાં કૉલ કરનારાઓને ભેટ આપતા તેમણે Intl Unlimited Calling પ્લાન દર મહિને 500 રૂપિયાના દરથી આપવાની જાહેરાત કરી છે.
  • JIO ફાઇબરના વાર્ષિક પ્લાન પર HD TV ઉપલબ્ધ રહેશે.

માઈક્રોસોફ્ટ સાથે JIO ડેટા સેન્ટર ખોલશે

  • માઈક્રોસોફટ સાથેનો JIO દેશભરમાં ડેટા સેન્ટર ખોલશે. જેના માટે JIO અને માઇક્રોસોફ્ટ ભાગીદારી કરશે.
  • JIO દેશમાં બ્લોકચેન ટેકનોલોજી પ્રદાન કરશે. કંપની દ્વારા 14 ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરવાનું ચાલુ છે.
  • JIO ફાઇબર દ્વારા ક્લાઉડ ઈન્વેસ્ટમેન્ટ મુફ્ત મળશે. સ્ટાર્ટ અપ્સને ક્લાઉડ ઈન્વેસ્ટમેન્ટ મફત મળશે. MSMEs માટે JIO ફાઇબર 1500 રૂપિયાનો પ્લાન આપાશે.
  • સ્ટાર્ટઅપ માટે કમ્પ્યુટિંગ-કનેક્ટિવિટી સેવા 1 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે.
Last Updated : Aug 12, 2019, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details