ગુજરાત

gujarat

ETV Bharat / business

ગુજરાત બજેટઃ જળસંપત્તિ વિભાગ માટે રૂ. 5494 કરોડની જોગવાઈ - બજેટમાં શિક્ષણ વિભાગ માટે કેટલા રૂપિયાની જોગવાઇ

એક સમયે આપણું રાજ્ય પાણીની અછત ધરાવતા રાજ્ય તરીકે ઓળખાતું હતું. અમારી સરકારના જળ સંસાધન માટેના છેલ્લા 25 વર્ષોના કુનેહભર્યા પ્રયત્નોથી આજે ગુજરાત વોટર મેનેજમેન્ટ માટે સમગ્ર દેશમાં રોલ મોડેલ બન્યું છે. હું આનંદ સાથે આ સન્માનનીય ગૃહના ધ્યાને મુકવા માંગુ છું કે નીતિ આયોગ દ્વારા ગુજરાતને કોમ્પોઝીટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં છેલ્લા ૩ વર્ષથી સતત પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.

ETVBharat Gujarat Budget 2021-22
ETVBharat Gujarat Budget 2021-22

By

Published : Mar 3, 2021, 7:03 PM IST

  • નાણા પ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું બજેટ
  • ગત્ત વર્ષ કરતા આ વર્ષે વધુ રૂપિયાની ફાળવણી
  • અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ

ગાંધીનગરઃ ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાને રાજ્યના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી. આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. આ વર્ષે સરકારે બજેટ 2021-22માં કોઈપણ નવા વેરાનો વધારો કર્યો નથી.

સૌની યોજના હેઠળ રૂ.1071 કરોડની જોગવાઇ


રાજ્યની મહત્વકાંક્ષી સૌની યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઇ છે. બીજા તબક્કાની કામગીરી મહદ્દઅંશે પૂર્ણ થઇ છે. રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે તથા ભાવનગર શહેરના પીવાના પાણી માટે મહત્ત્વના સ્ત્રોત બોર તળાવને સૌની યોજના હેઠળ સમાવેશ થાય છે. આ યોજનાના ત્રીજા તબક્કા માટે રૂ.1071 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

  • અટલ ભુજલ યોજના હેઠળ 5 વર્ષના સમયગાળા માટે રૂ. 757 કરોડની જોગવાઇ
  • રાજ્યમાં ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે રૂ. 312 કરોડની જોગવાઇ
  • બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે 6000 હેકટર વિસ્તારને લાભ આપતી થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈનની યોજના પ્રગતિ હેઠળ છે. જેના માટે રૂ.226 કરોડની જોગવાઈ
  • સાબરમતી નદી પર હિરપુરા અને વલાસણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ રૂ. 50 કરોડની જોગવાઇ
  • સુજલામ સુફલામ યોજના હેઠળ હયાત પાઇપલાઇનથી ૨ કિલોમીટરની મર્યાદામાં આવતા 737 તળાવોમાં પાણી આપવામાં આવે છે. હવે ખેડૂતોની માંગણી ધ્યાને લઇ આ પાઇપલાઇનથી 3 કિલોમીટરની મર્યાદામાં આવતા વધારાના નવા ૨૯૫ તળાવોમાં પાણી આપવા માટે પાઇપલાઇન નાખવામાં આવશે. જેના માટે રૂ. 10કરોડની જોગવાઈ

ABOUT THE AUTHOR

...view details