ગુજરાત

gujarat

ETV Bharat / business

સતત બીજા દિવસે શેર બજારની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 258 પોઈન્ટનો ઘટાડો - સેન્સેક્સમાં 258 પોઈન્ટનો ઘટાડો

સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે સતત બીજા દિવસે શેર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સેન્સેક્સ 258.78 પોઈન્ટ (0.53 ટકા)ના ઘટાડા સાથે 48,903.03ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી 47.20 પોઈન્ટ (0.32 ટકા)ની નબળાઈ સાથે 14,803.55ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સતત બીજા દિવસે શેર બજારની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 258 પોઈન્ટનો ઘટાડો
સતત બીજા દિવસે શેર બજારની નબળી શરૂઆત, સેન્સેક્સમાં 258 પોઈન્ટનો ઘટાડો

By

Published : May 12, 2021, 10:02 AM IST

  • શેર બજારની નબળી શરૂઆતનો સિલસિલો આજે પણ યથાવત્
  • સેન્સેક્સમાં 258.78 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો
  • નિફ્ટી 47.20 પોઈન્ટની નબળાઈ સાથે શરૂ થયો

અમદાવાદઃ વૈશ્વિક સંકેસ સારા મળતા હોવા છતા શેર બજારની આજે નબળી શરૂઆત થઈ છે. સતત બીજા દિવસે શેર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 258.78 પોઈન્ટ (0.53 ટકા)ના ઘટાડા સાથે 48,903.03ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 47.20 પોઈન્ટ (0.32 ટકા)ના નબળાઈ સાથે 14,803.55ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃસેન્સેક્સમાં ટોપ 10માંથી 9 કંપનીઓની માર્કેટમાં 1.33 લાખ કરોડનો ઘટાડો

આ શેર પર રહેશે સૌની નજર

શેર બજારની સતત નબળી શરૂઆતની વચ્ચે રોકાણકારોમાં થોડી નિરાશા જોવા મળી રહી છે. તો આજે શેર બજારમાં Godrej Cons, MATRIMONY.com, HUHTAMAKI, DISHMAN, KALPATARU POWER, KEC INT અને ટેલીકોમ શેર્સ પર સૌની નજર ટકી રહેશે.

આ પણ વાંચોઃએપ્રિલમાં શહેરોમાં ગ્રાહકોનો વિશ્વાસ ઘટ્યો : સર્વે

એશિયાઈ બજારમાં પણ આજે નબળાઈ

ફૂગાવો વધવાની ચિંતા સાથે અમેરિકી બજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. DOW મંગળવારે 475 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. જ્યારે એશિયાઈ બજારમાં સેલિંગ ભારી રહ્યું છે. જ્યારે આજે એશિયાઈ બજારમાં નબળાઈ જોવા મળી રહી છે. SGX Nifty 21.50 પોઈન્ટની નબળાઈ સાથે 14,828.50ની આસપાસ ચાલી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.45 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નિક્કેઈ 169.37 પોઈન્ટના ઘટાડા સાથે 28,439.22ની આસપાસ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તાઈવાનનું બજાર 0.57 ટકા ઘટાડા સાથે 16,487.90ના સ્તર પર ચાલી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details