નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ શુક્રવારે સાંજે 4 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરીને વિશેષ આર્થિક પેકેજના ત્રીજા ભાગ વિશે માહિતી આપશે. આ પહેલા નાણાપ્રધાને બુધવાર અને ગુરુવારે આર્થિક પેકેજ વિશે વાત કરી હતી અને આવનારા દિવસોમાં સરકાર પેકેજનો ખર્ચ ક્યાં અને કેવી રીતે કરશે તે જણાવ્યું હતું.
આત્મનિર્ભર ભારતઃ સાંજે 4 કલાકે આર્થિક પેકેજના ત્રીજા ભાગ વિશે માહિતી આપશે નાણાપ્રધાન - નાણા પ્રધાન નિર્મલા સિતારમણ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ શુક્રવારે સાંજે 4 કલાકે વિશેષ આર્થિક પેકેજના ત્રીજા ભાગ વિશે માહિતી આપશે.
FM to unveil 3rd tranche of economic package today at 4 PM
છેલ્લા બે દિવસોની જેમ આજે પણ નાણા પ્રધાન સાંજે 4 કલાકે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. મળતી માહિતી મુજબ નાણા પ્રધાન આજે હોટલ, ટૂરિઝમ, એવિએશન જેવા સેક્ટર માટે 2.5 લાખ કરોડથી વધુના પેકેજની જાહેરાત કરી શકે છે.