નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત પહેલના ભાગરૂપે આજે આઠ સેક્ટરમાં ધરમૂળથી ફેરફાર માટે પોલિસીમાં અનેક સુધારા રજૂ કર્યા છે. જેમાં નાગરિક ઉડ્ડયન અને અવકાશ ક્ષેત્રમાં અનેક સુધારાની જાહેરાત કરી છે. આ સિવાય લોકડાઉન વચ્ચે નાણાં પ્રધાને ભારતીય વાયુમાર્ગના ઉપયોગ પર પ્રતિબંધને હટાવી હળવી છૂટ આપવાની જાહેરાત કરી હતી.
હવાઈ યાત્રામાં હળવી છૂટ, જાણો નાણાં પ્રધાને નાગરિક ઉડ્ડયન માટે શું કરી જાહેરત? - પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત પહેલના ભાગરૂપે આજે આઠ સેક્ટરમાં ધરમૂળથી ફેરફાર માટે પોલિસીમાં અનેક સુધારા રજૂ કર્યા છે. જેમાં નાગરિક ઉડ્ડયન અને અવકાશ ક્ષેત્રમાં અનેક સુધારાની જાહેરાત કરી છે. આ સિવાય લોકડાઉન વચ્ચે નાણાં પ્રધાને ભારતીય વાયુમાર્ગના ઉપયોગ પર પ્રતિબંધને હટાવી હળવી છૂટ આપવાની જાહેરાત કરી હતી.
નાણાં પ્રધાને હવાઈ યાત્રામાં હળવી છૂટ આપવાની કરી જાહેરાત
આત્મનિર્ભર ભારત પહેલના ભાગરૂપે ઘોષણા કરતા તેમણે કહ્યું કે, ભારતીય હવાઈ ક્ષેત્રનો માત્ર 60 ટકા હિસ્સો સ્વતંત્ર છે. વધુ એયર સ્પેસ સાથે મુસાફરીના સમયમાં ઘટાડો થશે અને વિમાનનું બળતણ પણ બચી જશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારાણે શનિવારે ભારતીય હવાઈ અવકાશના વપરાશ પરના પ્રતિબંધોમાં થોડી છૂટછાટ આપવાની ઘોષણા કરી હતી, જેનો લાભ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને પ્રતિ વર્ષ આશરે 1000 કરોડનો થશે.
- નાગરિક ઉડ્ડયન માટે કાર્યક્ષમ એરસ્પેસ મેનેજમેન્ટ સાથે ફ્લાઈંગ કોસ્ટમાં 1,000 કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે.
- ભારતીય એરસ્પેશના ફક્ત 60 ટકા જ મુક્તપણ ઉપલબ્ધ બનશે.
- પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) મારફતે વિમાની મથકોને વિશ્વ કક્ષાના બનાવવામાં આવશે.
- એએઆઈ દ્વારા 6 હવાઈ મથકને પીપીપી અંતર્ગત વિકસિત કરવામાં આવશે.
- એરક્રાફ્ટ મેન્ટેઈનન્સ, રિપેર અને ઓવરહોલ્ટ (એમઆરઓ) માટે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં આવશે.
- એરસ્પેશના મહત્તમ ઉપયોગ સાથે ઈંધણના વપરાશ તથા સમયની બચત કરવામાં આવશે.
- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ડાઉનપેમેન્ટ રૂપે રૂપિયા 2,300 કરોડ મળશે
- વિમાનોના જાળવણી ખર્ચ (મેન્ટેઈનન્સ કોર્ટ)ને ઘટાડવામાં આવશે.
- આગામી ત્રણ વર્ષમાં એરક્રાફ્ટ કોમ્પોનેન્ટ રિપેર્સ અને એરફ્રેમ મેન્ટેઈન્સને રૂપિયા 800 કરોડથી વધારી રૂપિયા 2000 કરોડ થશે.
- ઘરઆંગણે વિમાનોની રિપેરિંગથી લઈ એરક્રાફ્ટ કોમ્પોનેન્ટ રિપેર્સ અને એરફ્રેમ મેન્ટેનન્સ થશે