ગુજરાત

gujarat

ETV Bharat / business

કર્ણાટક: કેરી ઉત્પાદકોને ફળોના ઓનલાઇન વેચાણમાં મદદ કરશે ફ્લિપકાર્ટ - ફ્લિપકાર્ટે

ફ્લિપકાર્ટે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આ ચાલુ સિઝનથી ગ્રાહકો બેંગલુરુ સિટી, કોલાર, હાવેરી, હુબલી-ધારવાડ અને બેલગામ જિલ્લામાં ચાલુ સિઝનમાં વિવિધ કેરીઓ ઓનલાઈન મેળવી શકાશે.

કર્ણાટક: ફ્લિપકાર્ટ કેરી ઉત્પાદકોને ફળોના ઓનલાઇન વેચાણમાં મદદ કરશે..
કર્ણાટક: ફ્લિપકાર્ટ કેરી ઉત્પાદકોને ફળોના ઓનલાઇન વેચાણમાં મદદ કરશે..

By

Published : May 27, 2020, 1:57 PM IST

બેંગલુરુ: ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ અને કર્ણાટક રાજ્ય કેરી વિભાગ અને માર્કેટિંગ કોર્પોરેશન વચ્ચે મંગળવારે એક કરાર થયો છે, જે રાજ્યના કેરી ઉગાડતા ખેડૂતોને ફ્લિપકાર્ટ પ્લેટફોર્મ દ્વારા તેમના ફળોના ઉત્પાદનો ઓનલાઇન વેચવામાં મદદ કરશે.

કર્ણાટક: ફ્લિપકાર્ટ કેરી ઉત્પાદકોને ફળોના ઓનલાઇન વેચાણમાં મદદ કરશે..

ફ્લિપકાર્ટે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આ ચાલુ સિઝનથી ગ્રાહકો બેંગલુરુ સિટી, કોલાર, હાવેરી, હુબલી-ધારવાડ અને બેલગામ જિલ્લામાં ચાલુ સિઝનમાં વિવિધ કેરીઓ ઓનલાઈન મેળવી શકાશે. ફ્લિપકાર્ટે કહ્યું કે, તેણે છેલ્લા કેટલાક મહિનામાં વિવિધ FMC કંપનીઓ અને છૂટક કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. તેના પ્લેટફોર્મ પર આવશ્યક ઉત્પાદનોની વિશાળ પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે..

આ ભાગીદારીથી કંપની ખેડૂત ઉત્પાદક સંગઠનોના સમુદાય સુધી વિસ્તરણ કરી રહી છે અને કેરી ઉત્પાદકો અને ખેડૂત સમુદાયના આજીવિકાના ટેકામાં ફાળો આપી રહી છે..

ABOUT THE AUTHOR

...view details