ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 80 પોઈન્ટનો ઘટાડો - વૈશ્વિક બજાર

સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Indian Stock Market) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 80.41 પોઈન્ટ (0.15 ટકા)ના ઘટાડા સાથે 55,356.88ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નિફ્ટી (Nifty) 25.90 પોઈન્ટ (0.16 ટકા) તૂટીને 16,503.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 80 પોઈન્ટનો ઘટાડો
આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 80 પોઈન્ટનો ઘટાડો

By

Published : Aug 16, 2021, 9:59 AM IST

  • સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર (Indian Stock Market) ની ફ્લેટ શરૂઆત
  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
  • સેન્સેક્સ (Sensex) 80.41 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 25.90 પોઈન્ટ તૂટીને શરૂ થયો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજાર (Indian Stock Market)ની ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સેચન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 80.41 પોઈન્ટ (0.15 ટકા)ના ઘટાડા સાથે 55,356.88ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 25.90 પોઈન્ટ (0.16 ટકા) તૂટીને 16,503.20ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Domestic Flightમાં પ્રવાસ કરતા લોકોને ઝટકો, આજથી 12.5 ટકા વધુ ભાડું ચૂકવવું પડશે

આ શેર્સ પર સૌની નજર રહેશે

આજે પહેલા જ દિવસે શેર બજાર (Stock Market)ની ફ્લેટ શરૂઆત થઈ છે. ત્યારે આજે દિવસભર ઓએનજીસી (ONGC), એપોલો હોસ્પિટલ્સ (Appolo Hospitals), ગ્લેનમાર્ક ફાર્મા (Glenmark Pharma), દેવ્યાની ઈન્ટરનેશનલ (Devyani International), ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક (KRSNAA Diagnostics), વિન્ડલાસ બાયોટેક (Windlas Biotech) અને એક્સારો ટાઈલ્સ (Exxaro Tiles), આઈજીએલ (IGL), સ્પાઈસજેટ (Spicejet), ગુજરાત ફ્લોરો (Gujarat Fluoro), એક્ઝોનોબેલ ઈન્ડિયા (AkzoNobel India), મવાના સુગર્સ (Mawana Sugars), ગોડફ્રે ફિલ (Godfrey Phil), સ્ટાર સિમેન્ટ (Star Cement) શેર્સ પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો-TikTok સૌથી વધુ ડાઉનલોડ થયેલું એપ, Facebookને છોડ્યું પાછળ

એશિયાઈ બજારમાં (Asian Market) નબળાઈ જોવા મળી રહી છે

વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં (Asian Market) નબળાઈ જોવા મળી રહી છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 50 પોઈન્ટની નીચે વેપાર કરી રહ્યો છે. નિક્કેઈ 1.92 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સ (Straits Times) 0.49 ટકાના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 0.82 ટકાના ઘટાડા સાથે 16,843.69ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.95 ટકા ઘટાડા સાથે 26,140.54ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 1.16 ટકાનો ઘટાડો અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.11 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો ડાઉ ફ્યુચર્સ (Dow Futures) પણ ક્વાર્ટર ટકાની નીચે જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details