ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 32 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી માત્ર 9 પોઈન્ટ ઉછળ્યો - એશિયાઈ બજાર

સપ્તાહના ચોથા દિવસે (આજે) ભારતીય શેર બજારની (Share Market) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 32.23 પોઈન્ટ (0.05 ટકા)ના ઘટાડા સાથે 59,381.04ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 9.40 પોઈન્ટ (0.05 ટકા)ની મજબૂતી સાથે 17,720.70ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 32 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી માત્ર 9 પોઈન્ટ ઉછળ્યો
આજે Share Marketની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 32 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી માત્ર 9 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Sep 30, 2021, 9:47 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
  • આજે પણ શેર બજારમાં (Share Market) નિરાશા જોવા મળી રહી છે
  • સેન્સેક્સ (Sensex) 32.23 તૂટ્યો તો નિફ્ટી (Nifty) 9.40 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે (આજે) ભારતીય શેર બજારની (Share Market) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 32.23 પોઈન્ટ (0.05 ટકા)ના ઘટાડા સાથે 59,381.04ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 9.40 પોઈન્ટ (0.05 ટકા)ની મજબૂતી સાથે 17,720.70ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે દિવસભર ડિફેન્સ કંપનીઓ (Defence Companies), ઝી એન્ટરટેઈન્મેન્ટ (Zee Ent), આઈઓબી (IOB), પર્સિસ્ટન્ટ (Persistent), બ્લુડર્ટ (Blue Dart), જેકે સિમેન્ટ (JK Cement), આઈઆરસીટીસી (IRCTC) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આજે એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર થઈ રહ્યો છે

વૈશ્વિક બજારની વાત કરીએ તો, ડાઉ ફ્યૂચર્સ (Dow Futures)માં 100 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે. તો ગઈ કાલે ડાઉ 90 પોઈન્ટની મજબૂતી સાથે બંધ થયો હતો. આજે મોટા ભાગના એશિયાઈ બજારમાં પણ મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 49.50 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.63 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો તાઈવાનમાં 0.16 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને આ 16,881.95ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.44 ટકાનો વધારો તો કોસ્પીમાં 0.11 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો હેંગસેંગ 0.89 ટકાના ઘટાડા સાથે 24,442.99ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો આ તરફ નિક્કેઈમાં 0.36 ટકાના ઘટાડા સાથે 29,439.37ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.

આ પણ વાંચો-એપ્રિલ-જૂનમાં નવ ક્ષેત્રમાં રોજગારી 3.08 કરોડને પાર : શ્રમ સર્વેક્ષણ

આ પણ વાંચો-તૈયાર રહેજો... 1 ઓક્ટોબરથી બેન્કિંગ નિયમો, LPG ગેસના ભાવ સહિત અનેક ફેરફાર થશે

ABOUT THE AUTHOR

...view details