નવી દિલ્હી: નાણાં મંત્રાલયે સોમવારે કોવિડ-19 કટોકટી દરમિયાન તેમના સંસાધનોમાં વધારો કરવા માટે 14 રાજ્યોને 6,195 કરોડ રૂપિયાની મહેસૂલ ખાધ અનુદાન બહાર પાડ્યું છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને એક ટ્વિટમાં જણાવ્યું કે, 11 મે, 2020ના રોજ સરકારે 15મા નાણા પંચ દ્વારા ભલામણ કરેલી પોસ્ટ ડેવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટના બીજા સમાન માસિક હપ્તા તરીકે 14 રાજ્યોને રૂ. 6,195.08 કરોડ આપવાની જાહેરાત કરી છે. આ કોરોના સંકટ દરમિયાન તેમને વધારાના સંસાધનો પૂરા પાડશે.