એક અહેવાલ મુજબ જ્યારે આ સુવિધા સક્રિય થઈ જશે ત્યારે, વપરાશકર્તાઓ વોટ્સએપ ખોલવા માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવો પડશે. જો કે યુઝર્સ વોટ્સએપ પર આવેલા કોલનો લોક દરમિયાન જવાબ આપી શકશે.
હવે ફિંગરપ્રિન્ટથી લૉક થશે WhatsApp, જલ્દી જ આવશે નવું ફીચર - WhatsApp 2.19.221 એન્ડ્રોઇડ બીટા અપડેટ
સેન ફ્રાન્સિસ્કો: IOS બીટા વપરાશકર્તાઓ માટે સ્ક્રીન લોક સુવિધા રજૂ કર્યા બાદ, ત્રણ મહિના પછી, WhatsApp હવે એન્ડ્રોઇડ બીટા વપરાશકર્તાઓ માટે આ સુવિધા રજૂ કરી રહ્યું છે. જેનું નામ ફિંગરપ્રિન્ટ લૉક આપવામાં આવ્યું છે.
![હવે ફિંગરપ્રિન્ટથી લૉક થશે WhatsApp, જલ્દી જ આવશે નવું ફીચર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4152791-19-4152791-1565954018317.jpg)
હવે ફિંગરપ્રિન્ટથી લૉક થશે WhatsApp
જો તમે આ સુવિધાને સક્ષમ કરવા માગો છો તો 'સેટિંગ્સ'માં જઇને 'એકાઉન્ટ'માં જવું પડશે. ત્યારપછી પ્રાયવસી સેક્શનમાં 'ફિંગરપ્રિન્ટ લૉક' મળશે. પરંતુ, આ પહેલા WhatsAppને 2.19.221 એન્ડ્રોઇડ બીટા અપડેટ કરવાનું રહેશે.