ગુજરાત

gujarat

ETV Bharat / business

ભાવ વધારા સાથે મહિનાની શરૂઆત, પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણો - 1 ઓક્ટોબર -2021ના ​​રોજ પેટ્રોલ-ડીઝલ

મહિનાની શરૂઆત ભાવ વધારા સાથે થઈ છે. ડીઝલની કિંમતોમાં જબરદસ્ત વધારા સાથે જ મહિનાની શરૂઆત થઈ છે. સાથે જ પેટ્રોલના ભાવમાં પણ આજે વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં આજે ડીઝલ 39 પૈસા મોંઘુ થયું છે. સાથે જ પેટ્રોલમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.

ભાવ વધારા સાથે  મહિનાની શરૂઆત,પેટ્રોલ અને ડીઝલનો ભાવ આજે 1 ઓક્ટોબર -2021ના ​​રોજ
ભાવ વધારા સાથે મહિનાની શરૂઆત,પેટ્રોલ અને ડીઝલનો ભાવ આજે 1 ઓક્ટોબર -2021ના ​​રોજ

By

Published : Oct 1, 2021, 9:47 AM IST

  • પેટ્રોલ-ડીઝલમાં ફરી ઉછાળો
  • મહિનાની શરૂઆત ભાવ વધારા સાથે
  • છેલ્લા એક સપ્તાહમાં ડીઝલ છ દિવસ અને પેટ્રોલ ત્રણ દિવસ મોંઘુ થયુ

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ આજે: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શુક્રવાર, 1 ઓક્ટોબરે સતત બીજા દિવસે વધારો કરવામાં આવ્યો છે. ડીઝલની કિંમતોમાં જબરદસ્ત વધારા સાથે જ મહિનાની શરૂઆત થઈ છે. સાથે જ પેટ્રોલના ભાવમાં પણ આજે વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં આજે ડીઝલ 39 પૈસા મોંઘુ થયું છે. સાથે જ પેટ્રોલમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. ડીઝલની કિંમત 89.87 રૂપિયાથી વધીને 90.17 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. પેટ્રોલ 101.64 રૂપિયા પ્રતિ લિટરથી વધીને આજે 101.89 રૂપિયા પ્રતિ લીટર થયું છે. મુંબઈમાં પણ પેટ્રોલ 24 પૈસા મોંઘુ થયું છે અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 32 પૈસાનો વધારો થયો છે.

ક્યા શહેરમાં કેટલો ભાવ પ્રતિ લિટર

દિલ્હી: પેટ્રોલ - 101.89 ડીઝલ - 90.17

મુંબઈ: પેટ્રોલ - 107.95 ડીઝલ - 97.84

કોલકાતા: પેટ્રોલ - 102.47 ડીઝલ - 93.27

ચેન્નઈ: પેટ્રોલ - 99.58 ડીઝલ - 94.74

બેંગલુરુ: પેટ્રોલ - 105.44 ડીઝલ - 95.70

ભોપાલ: પેટ્રોલ - 110.37 ડીઝલ - 99.09

લખનઉ: પેટ્રોલ - 98.99 ડીઝલ - 90.69

પટના: પેટ્રોલ - 104.64 ડીઝલ -. 96.40

ચંડીગઢ: પેટ્રોલ - 98.08 ડીઝલ - 89.90

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના કારણે બાળગોપાલના વાઘા સહિત અન્ય સામગ્રીના ભાવમાં 10થી 12 ટકાનો વધારો

આ પણ વાંચોઃ કાર નિર્માતાઓ માટે વાહનોમાં ફ્લેક્સ ફ્યૂઅલ એન્જિન લગાવવું ફરજિયાત કરાશેઃ કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી

ABOUT THE AUTHOR

...view details