નવી દિલ્હીઃ કોગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે કરેલા દાવા મુજબ, નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા જાહેર કરવામાં આવેલું નાણાકીય પેકેજ ઘણું ઓછું હોવાથી ઘણા લોકોને પોતાના ગામ તરફ પલાયન કરવાની ફરજ પડી છે.
નાણાકીય પેકેજ ઓછું હોવાથી લોકો ગામ તરફ પલાયન કરી રહ્યાં છે: પી. ચિદમ્બરમ - લોકડાઉનની અસર
પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે ટ્વિટ કરીને કહ્યુ કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું સહાય પેકેજ ઘણું ઓછું છે અને પૂરતુ નથી. જેનાથી ઘણા બધા લોકો પોતાના ગામ તરફ પલાયન કરવા મજબૂર થયા છે.
નાણાકીય પેકેજ ઓછું હોવાથી લોકો ગામ તરફ મળ્યા: ચિદમ્બરમ
ચિદમ્બરમે ટ્વિટ કર્યુ કે, “સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું સહાય પેકેજ ઘણું ઓછું છે જેથી ઘણા લોકો ગામડાઓ તરફ જવા માટે મજબૂર થયા છે.” તેમણે કહ્યુ કે, “હું સરકારને અનુરોધ કરું છું કે, તેઓ ઉતસાહજનક પેકેજ જાહેર કરે. વર્તમાન સ્થિતિમાં પૂર્વ નાણા પ્રધાને ગેરજવાબદાર નિવેદન કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારે લોકડાઉન કોઈ પણ તૈયારી વગર લાગુ કરી દીધું હતું.