સરકારે બેંક ખાતા ધારકોને લાભ પહોંચાડવા માટે બેકિંગ ક્ષેત્રે વધુ નિયમનકારી પદ્ધતિઓ સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે PMC બેંક અને આઈએલ એન્ડ એફએસ મુદ્દાઓના સંદર્ભમાં જણાવ્યું હતું.
બેંક ગોટાળાની તપાસ માટે RBIને વધુ સશક્ત બનાવાશેઃ નાણાંપ્રધાન - financeminister
ચેન્નઈ: PMC (Punjab Maharashtra Co-operative Bank) બેન્ક ગોટાળા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મહત્વનું નિવેદન આપ્યુ હતું નાણાંપ્રધાને કહ્યુ હતું કે, ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ખાતરી કરવાનો પ્રયાસ કરી રહી છે કે, સંસ્થાની અંદર એવું પગલું ભરવામાં આવે કે, જે સુપરવાઇઝરી અને નિયામકની ભૂમિકાઓ મજબુત કરે.
PMC બેન્ક કૌભાંડ અંગે સીતારમણે કહ્યું કે, ભારતીય રિર્ઝવ બેંકને સશક્ત બનાવવામાં આવશે. સીતારમણે કહ્યું હતું કે, સંસ્થાઓને સ્વાતંત્રય અપનાવવાની મંજૂરી આપતા નિયમોમાં સુધારા થઈ રહ્યા છે. નિયમનકારો વધુ સારી કામગીરી બજાવી શકે અને બેંક ખાતા ધારકોને ખબર પડી શકે કે શું થઈ રહ્યું છે. બંને વચ્ચે પારદર્શીતા લાવવામાં આવશે.
NPA પર તેમણે કહ્યું કે, 2007-08 અને 2013ની વચ્ચે કેટલાક ગુના થયા છે. જે બેંકો માટે ભારણ સાબિત થયા છે.સીતારામણે કહ્યું કે, અર્થવ્યવસ્થામાં શું થઈ રહ્યું છે તે સમજવા માટે તેઓ કેટલીક ક્રેડિટ એજન્સીઓને મળ્યા હતાં.