- ગુજરાતની એક્સારો ટાઈલ્સ આઈપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશ
- પ્રાઈઝ બેન્ડ રૂપિયા 118-120
- લઘુત્તમ શેર બિડ 125 ઈક્વિટી શેર
અમદાવાદ: ગુજરાતની એક્સારો ટાઈલ્સ લિમિટેડ ( Exxaro Tiles Ltd ) IPO લઈને મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આઈપીઓમાં 1,34,24,000 ઇક્વિટી શેર સામેલ છે, જે દરેકની ફેસ વેલ્યુ રૂપિયા 10 છે, જેમાં 1,11,86,000 ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને દિક્ષિતકુમાર પટેલ “વિક્રેતા શેરધારક” દ્વારા 22,38,000 ઇક્વિટી શેર ( Share ) ના વેચાણ માટેની ઓફર સામેલ છે.
એક્સારો ટાઇલ્સ લિમિટેડનો IPO 4ઓગસ્ટના રોજ ખુલશે આ પણ વાંચો- 4th day of Share Market: શેર બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 224 પોઈન્ટ ઉછળ્યો
ફંડનો ઉપયોગ દેવાની ચુકવણી અને જરૂરિયાતો પૂર્ણ કરાશે
એક્સારો ટાઈલ્સ લિમિટેડ ( Exxaro Tiles Ltd ) કંપનીના IPOમાં લઘુત્તમ બિડ 125 શેરની રહેશે અને ત્યાર પછી તેના ગુણાંકમાં રહેશે. કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ફંડનો ઉપયોગ કંપનીના દેવાની પુનઃચુકવણી, આગોતરી ચુકવણી કરવા, કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા અને સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે કરશે.
કંપની 27 રાજ્યોમાં 2000 ડીલરોનું નેટવર્ક ધરાવે છે
એક્સારો ટાઈલ્સ લિમિટેડ ( Exxaro Tiles Ltd )ના સીએમડી મુકેશકુમાર પટેલના જણાવ્યા અનુસાર, એક્સારો ટાઇલ્સે ફ્રિટનું ઉત્પાદન કરવા વર્ષ 2007-2008માં પાર્ટનરશીપ કંપની તરીકે શરૂઆત કરી હતી અને પછી ડાઇવર્સિફિકેશન કર્યું હતું અને અત્યારે ફ્લોરિંગ માટે મુખ્યત્વે ઉપયોગી વિટ્રિફાઇડ ટાઇલ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે તથા રહેણાંક અને વ્યાવસાયિક સેગમેન્ટની જરૂરિયાતો પૂરી કરે છે.
આ પણ વાંચો- Last Day of Share Market Closing: આજે શેર બજારનું ફ્લેટ ક્લોઝિંગ, નિફ્ટી 15,700 પર થયો બંધ
કંપની ગુજરાતમાં પાદરા અને તલોદમાં બે અદ્યતન ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે
કંપની અત્યારે 27 રાજ્યોમાં 2,000થી વધારે ડિલરનું નેટવર્ક ધરાવે છે. કંપની ગુજરાતમાં પાદરા અને તલોદમાં બે અદ્યતન ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે. કંપની સમગ્ર ભારતમાં (27 રાજ્યોમાં, નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન થયેલા વેચાણના આધારે) કામગીરી ધરાવે છે તથા પોલેન્ડ, યુએઈ, ઇટાલી અને બોસ્નિયા સહિત 13થી વધારે દેશોમાં પણ કામગીરી ધરાવે છે. એક્સારો ટાઈલ્સ લિમિટેડ મુકેશકુમાર પટેલ, દિનેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ અને કિરણકુમાર પટેલ દ્વારા પ્રમોટ કરવામાં આવી હતી. ઇશ્યૂના લીડ મેનેજર તરીકે પન્તોમઠ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડની નિમણૂક થઈ છે.