નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ભારતના ગરીબ વર્ગને કોરોના વાઈરસના વિપરીત પ્રભાવથી બચાવવા માટે ઝડપથી કામ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ ગરીબ કલ્યાણ યોજનાની ઘોષણાના દિવસે 20 કરોડથી વધુ મહિલા જન ધન ખાતાધારકોનો ડેટા એકત્રિત કર્યા હતા જેનો મુખ્ય હેતુ લોકડાઉન સમયગાળા દરમિયાન 80 કરોડ ગરીબ લોકોના હાથમાં ખોરાક, ઇંધણ અને થોડીક રોકડ આપવાનો હતો.
પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર આગામી 20 મહિનામાં 20.40 કરોડ મહિલા જન ધન ખાતા ધારકોને રોકડ તરીકે દર મહિને 5,00 રૂપિયા પ્રદાન કરશે.
જાહેર ક્ષેત્રની બેન્કોના એક વરિષ્ઠ અધિકારીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, "DFS દ્વારા ડેટા 26 માર્ચના રોજ મંગાવવામાં આવ્યો હતો, અને બેન્કને તે જ તારીખે જમા કરવાની સલાહ અપાઇ હતી અને DFS ના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું હતું."