ન્યૂઝ ડેસ્કઃ કથળી રહેલી આર્થિક સ્થિતિ અને બાહ્ય પરિબળો વચ્ચે અર્થતંત્ર માટે અસમંજસભરી સ્થિતિ
નવાઈની વાત એ છે કે, ગત વર્ષના રાષ્ટ્રીય આવકના અંદાજમાં જે સુધારો કરાયો, તેના કારણે આ વર્ષના GDPના દરમાં કેવી રીતે વધારો થઈ જાય. કેમ કે, હજીય 2019-20ના વર્ષ માટેનો વાર્ષિક વૃદ્ધિ દર તો 5% ટકાનો જ રાખવામાં આવ્યો છે. તેનો અર્થ એ થયો કે, જાન્યુઆરી-માર્ચના છેલ્લા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 4.7% જ રહેશે. જો કે, એવી શક્યતા છે બાદમાં સરકાર સમગ્ર આંકડાંને મોટો જાહેર કરી દેશે.
જુલાઈ-સપ્ટેમ્બર કરતાં ઑક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકનો દેખાવ ખરાબ હતો, તે દર્શાવે છે કે ગ્રાહકોમાં હજીય ભરોસો જાગ્યો નથી અને વેપાર માટેનો માહોલ નીચે જ જઈ રહ્યો છે. કારના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે, કૉર્પોરેટ પરિણામો અને બીજા પરિણામો પણ નીચે જઈ રહ્યા છે, ત્યારે આવો અંદાજ નવાઈ પમાડે છે. સુધારેલા અંદાજમાં ખાનગી ઉપભોક્તા તરફથી માગ નીકળી હોવાનું પણ જણાવાયું છે! છેલ્લા ક્વાર્ટરમાં માંગને 5.9% દર્શાવાઈ છે, જે આગળના 2 સુધારેલા ક્વાર્ટરના અનુક્રમે 5.6% અને 5%થી વધુ ગણાવાઈ છે.
આમ છતાં વિકાસ માટેના વિવિધ પાસા હજીય નિરાશ કરનારા જ છે. જો સરકારી ખર્ચમાં 12%નો વિકાસ ના દેખાયો હોત, તો GDP આનાથી ઘણો નીચે માત્ર 3.5%ના દરે જ વધ્યો હોત! આ રીત દર્શાવે છે કે 2019-20 દરમિયાન સરકાર ખર્ચ કરતી રહીને GDPને આગળ વધારવા માટે કોશિશ કરતી રહી છે. જો કે, સરકારની આર્થિક હાલત સારી નથી, તેથી આવી રીત લાંબો સમય ચાલી શકે તેમ નથી. સાથે જ વિકાસ માટેના સ્વતંત્ર પરિબળો કામ કરી રહ્યા નથી તે પણ દેખાઈ આવે છે.
માગની બાબતમાં ઘટાડો થઈ રહ્યો છે. આયાત અને મૂડીરોકાણ બન્નેમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ ઉત્પાદનમાં ઘટાડો થયાનો ટ્રન્ડ જળવાઈ રહ્યો છે. હકીકતમાં પુરવઠા બાજૂથી સતત મંદી માટેના ચિહ્નો મળતા રહ્યા છે. માત્ર કૃષિ અને સરકારી ખર્ચમાં જ વધારો થતો રહ્યો છે. અહીં બાંધકામ ક્ષેત્રની સ્થિતિ પડી ભાંગી છે તેના પર ધ્યાન દેવું જરૂરી છે, કેમ કે તેમાં ભાગ્યે જ કોઈ વૃદ્ધિ દેખાઈ છે. આ વર્ષના દરેક ક્વાર્ટરમાં બાંધકામ ક્ષેત્રમાં વિકાસ દર 2.6 ટકાના દરે ઘટતો રહ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી થઈ રહ્યું છે તે પ્રમાણે આર્થિક સ્થિતિમાં સુધારા માટેની આશા આગળના ત્રિમાસિક પર જ રાખવામાં આવશે. જો કે, ઘણા વિશ્લેષકોએ કૃષિ સિવાયના અને સરકારી ખર્ચ સિવાયના ક્ષેત્રોમાં થોડો વધારો આવ્યો છે તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ વાત સાચી પણ આ ટ્રેન્ડ આગળના ક્વાર્ટરમાં જળવાઈ રહેશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. વાસ્તવિક ભૂમિ પરના ચિહ્નો એવા છે જે નિરાશા જ દર્શાવે છે.
હકારાત્મક બાજૂની વાત કરીએ તો ભલે ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના જાન્યુઆરીના આંકડાં ના આવ્યા હોય, પણ છેલ્લા મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 2.2% વિકાસ નોંધાયો હતો. ઑગસ્ટ-નવેમ્બર 2019 દરમિયાન નેગેટિવ ગ્રોથ હતો તેની સામે આ પોઝિટિવ નિશાની છે. બીજું કે આ ફેબ્રુઆરીમાં ગત વર્ષના ફેબ્રુઆરી કરતાં GSTની આવકમાં 8.03% વધારા સાથે કુલ એક લાખ પાંચ હજાર કરોડની આવક થઈ છે.