- ગયા વર્ષની સરખામણીમાં અંબાણીની સંપત્તિ 24 ટકા વધી
- હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2021માં વિશ્વના ધનિકોની યાદી જાહેર
- મુંબઈ અબજોપતિઓનું હબ, 40 અબજપતિઓની સાથે દિલ્હી બીજા સ્થાને
નવી દિલ્હીઃ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2021 અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી 83 અબજ ડોલર સાથે વિશ્વના આઠમા સૌથી વધુ ધનિક વ્યક્તિ બની ગયા છે. એનર્જી-ટૂ-ટેલિકોમ દિગ્ગજ આરઆઈએલના મુલ્યમાં વૃદ્ધને ધ્યાનમાં રાખી અંબાણીની સંપત્તિમાં દર વર્ષના આધારે 24 ટકાની વૃદ્ધિ થઈ છે.
રિલાયન્સ દેશનું સૌથી મોટું નિકાસકાર
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2021ના મતે, ભારતનો સૌથી મોટું નિકાસકાર રિલાયન્સ દેશના નિકાસના 8 ટકા અને સીમા શુલ્ક તેમ જ ઉત્પાદન શુલ્કથી પ્રાપ્ત થનારા દેશની કુલ સંપત્તિનો 5 ટકા આપે છે. રિલાયન્સ અક્ષય ઊર્જાના ક્ષેત્રમાં પણ પદાર્પણની યોજના બનાવી રહ્યું છે. આ સાથે જ રિલાયન્સે ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં ઉછાળા પહેલા બેટરી બનાવાના ઉદ્યોગમાં પણ ઉતરવાનો નિર્ણય લીધો છે.