નવી દિલ્હીઃ સરકારે શુક્રવારે કહ્યું કે, ભારતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાનો પર્યાપ્ત ભંડાર છે અને ભારતની બજારમાં આ દવાની અછત ન આવે તેના માટે દરેક સંભવ પગલું લેવામાં આવી રહ્યું છે. હાઈડ્રોક્સિક્લોરોક્વીનને કોરોના વાઇરસના સંક્રમણની સારવાર કરવામાં મહત્વપૂર્ણ અને ઉપયોગી ગણવામાં આવે છે. સામાન્ય રીતે મલેરિયાની સારવારમાં ઉપયોગી થનારી આ દવાનો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત છે.
ડ્રગ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના ચેરમેન શુભ્રા સિંહે PTIને કહ્યું કે, ભારતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વીનનો પર્યાપ્ત ભંડાર છે. તેની દૈનિક ધોરણે માંગ, ઉપલબ્ધતા અને ઉત્પાદન પર અમારૂં ધ્યાન છે.
તેમણે કહ્યું કે, રુમેટોઈડ આર્થરાઈટિસ, મેલેરિયા અને લુપુસની સારવારમાં ઉપયોગી થનારી આ દવાનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં કરવામાં આવે છે.