ગુજરાત

gujarat

ETV Bharat / business

એપ્રિલ-જૂનમાં નવ ક્ષેત્રમાં રોજગારી 3.08 કરોડને પાર : શ્રમ સર્વેક્ષણ - Bhupendra Yadav

ભારત સરકારમાં શ્રમ રોજગાર પ્રધાન ભૂપેન્દ્ર યાદવે શ્રમ બ્યૂરો દ્વારા અખિલ ભારતીય ત્રિમાસિક સ્થાપના આધારિત રોજગાર સર્વેક્ષણ અંતર્ગત તૈયાર ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણ ભાગ એપ્રિલથી જૂન 2021નો રિપોર્ટ જારી કર્યો છે.

શ્રમ રોજગાર પ્રધાન ભૂપેન્દ્ર યાદવ
શ્રમ રોજગાર પ્રધાન ભૂપેન્દ્ર યાદવ

By

Published : Sep 28, 2021, 4:12 PM IST

  • ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણ ભાગ એપ્રિલથી જૂન 2021નો રિપોર્ટ જારી
  • એપ્રિલ-જૂનમાં નવ ક્ષેત્રમાં રોજગારી 3.08 કરોડને પાર
  • ક્ષેત્રમાં શિક્ષા, સ્વાસ્થ્ય, આવાસ અને રેસ્ટોરન્ટ, આઇટી/બીપીઓ અને નાણાકિય સેવાઓ સામેલ

નવી દિલ્હી: એક સર્વેક્ષણ અનુસાર નિર્માણ, વિનિર્માણ અને આઇટી, બીપીઓ સહિત નવ પસંદ કરેલા ક્ષેત્રમાં 2021-22ની એપ્રિલ-જૂન ત્રિમાસિક દરમિયાન 3.08 કરોડ રોજગારીની તક રહી, જે 2013-14ની આર્થિક ગણનામાં આવેલી 2.37 કરોડની તક કરતા 29 ટકા વધારો દર્શાવે છે. શ્રમ અને રોજગાર પ્રધાન ભૂપેન્દ્ર યાદવે શ્રમ બ્યૂરો દ્વારા અખિલ ભારતીય ત્રિમાસિક સ્થાપના આધારિત રોજગાર સર્વેક્ષણ અંતર્ગત તૈયાર ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણ ભાગ(એપ્રિલથી જૂન 2021) ના રિપોર્ટને જારી કર્યો છે.

ક્ષેત્ર ગેર-કૃષિ સ્થાપનામાં વધારે રોજગાર આપે છે

યાદવે પરિણામની ઘોષણા કરતા કહ્યું કે, QESના પ્રથમ તબક્કામાં નવ પસંદ કરાયેલા ક્ષેત્રના સંગઠિત અને અસંગઠિત, બન્ને ક્ષેત્રમાં રોજગારની સ્થિતિને જાણવા માટે કરવામાં આવ્યું છે. આ ક્ષેત્ર ગેર-કૃષિ સ્થાપનામાં વધારે રોજગાર આપે છે. આ ક્ષેત્રોમાં વિનિર્માણ, નિર્માણ, વેપાર, પરિવહન, શિક્ષા, સ્વાસ્થ્ય, આવાસ અને રેસ્ટોરન્ટ, આઇટી/બીપીઓ અને નાણાકિય સેવાઓ સામેલ છે.

શિક્ષાના ક્ષેત્રમાં 22 ટકા અને સ્વાસ્થ્યમાં આઠ ટકાનું યોગદાન છે

કેન્દ્રીય પ્રધાને કહ્યુ કે, પસંદ કરાયેલા નવ ક્ષેત્રમાં અંદાજિત કુલ રોજગારમાં વિનિર્માણ ક્ષેત્રમાં લગભગ 41 ટકા, ત્યારબાદ શિક્ષાના ક્ષેત્રમાં 22 ટકા અને સ્વાસ્થ્યમાં આઠ ટકાનું યોગદાન છે. વેપાર સાથે જ આઇટી/બીપીઓ પ્રત્યેકે શ્રમિકોની કુલ અંદાજિત સંખ્યાના સાત ટકા પોતાના ત્યાં આયોજન કર્યુ છે.

આ પણ વાંચો- મોદી કેબિનેટનું વિસ્તરણ : 27 સાંસદ પ્રધાન પદની રેસમાં

આ પણ વાંચો- રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપ પક્ષના નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ પહોંચ્યાં અમદાવાદ

ABOUT THE AUTHOR

...view details