નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ મંગળવારે કહ્યું કે, રવિ પાકને ખરીદવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રયાસ કરી રહીં છે અને આવશ્યક ચીજ-વસ્તુઓની સપ્લાય ચેઇનના અવરોધો દૂર કરવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રવિ પાકની ખરીદી થાય તે માટે પ્રયાસો શરૂ છેઃ વડાપ્રધાન મોદી - લોકડાઉન
વડાપ્રધાન મોદીએ કોરોના વાઇરસના સંક્રમણને રોકવાના મુદ્દે દેશને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, રવિ પાકની ખરીદી કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહીં છે અને આવશ્યક ચીજ-વસ્તુઓની સપ્લાય ચેઇનના અવરોધો દૂર કરવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રવિ પાકની ખરીદી થાય તે માટે પ્રયાસો ચાલુ છેઃ વડાપ્રધાન મોદી
કોરોનાની કડી તોડવા માટે શરૂઆતમાં દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો હતો. જેનો વડાપ્રધાને સમય વધારીને 3 મે કરી દીધો છે અને લોકોને લોકડાઉનનો ચૂસ્તપણે અમલ કરવા વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કોરોના મહામારી સામે લડવા માટે વડાપ્રધાન મોદીએ 24 માર્ચની રાત્રિએ 21 દિવસ માટે લોકડાઉનનું એલાન કર્યું હતું. જેનાથી પાકની કાપણી કરવા માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જનારા મજૂરો રસ્તામાં ફસાયાં છે.