આ ગંભીર પરિસ્થિતિને બદલવા સરકારો વિદ્યાર્થી માધ્યમિક શાળાઓમાં હોય ત્યારથી જ તેમનાં કૌશલ્યો સુધારવા અભ્યાસક્રમના ભાગ રૂપે વિશેષ અભ્યાસક્રમ શરૂ કરવા માટે રૂ. ૨૦,૦૦૦ની દરખાસ્ત કરી રહી છે તેમ કહેવાય છે. હકીકતે, એ નોંધી શકાય કે વર્ષ ૨૦૧૫માં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મત વ્યક્ત કર્યો હતો અને નિવેદન કર્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલ “નૈપુણ્ય ભારત”ની નીતિ દેશની ગરીબી સામે લડાઈમાં એક માત્ર મહત્ત્વનું પરિબળ હોઈ શકે. વર્ષ ૨૦૦૯ આસપાસ એવી અપેક્ષા બંધાઈ હતી કે વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં ૪૦ કરોડ સંસાધનો રોજગાર આપી શકાય તેવાં કૌશલ્યો સાથે તૈયાર કરાશે. વર્ષ ૨૦૧૬ સુધીમાં, આ પ્રતિષ્ઠિત કવાયતે યોગ્ય આકાર લીધો અને વર્ષ ૨૦૧૯ના અંત સુધીમાં ભારતના અંદાજે ૫૨ લાખ નાગરિકોએ પોતાને કૌશલ્યોથી સજ્જ કર્યા છે અને તેમાંથી અંદાજે ૧૨.૬૦ લાખ (૨૪ ટકા)ને રોજગારી મળી છે તેમ સરકારે રાજ્યસભામાં આપેલા નિવેદનમાં જણાવાયું છે. કેન્દ્ર સરકાર મંત્રાલયો અને રાજ્યોની તમામ નીતિઓને સાંકળીને રાષ્ટ્રીય માનવ સંસાધનોના સંપૂર્ણ વિકાસમાં રાજ્ય સરકારોને ભાગીદાર બનાવવા દરખાસ્ત કરી રહી છે. ભારતમાં શૈક્ષણિક ક્ષેત્રના ચોક્કસ સંદર્ભમાં રાષ્ટ્રીય વિકાસ ચીનની રણનીતિને બરાબર હોવો જોઈએ પરંતુ તેની શરત એ છે કે ઉપરોક્ત સૂચિત કાર્યક્રમ સાચા સમયે અને સ્થળે શરૂ થાય.
ભારતના પડોશી ચીન ગણતંત્રએ ‘નવ વર્ષના સંકલિત અભ્યાસ’ની નીતિનો અમલ કર્યો છે જેમાં શિક્ષણનાં છેલ્લાં ત્રણ વર્ષ ચોક્કસ કૌશલ્ય વિકાસ અભ્યાસો પાછળ કેન્દ્રિત કરાય છે. તે મુજબ, બાળકો તેમનું માધ્યમિક શિક્ષણ શૈક્ષણિક લાયકાત મેળવવાની સાથે કૌશલ્યશીલ કામદાર તરીકે ઉત્તીર્ણ કરે છે. તેનાથી દેશને તેનો આર્થિક દરજ્જો ઉદ્યોગ/બજાર/કાર્યસ્થળે સંસાધનને દાખલ કરવાથી જ વિકસાવવામાં મદદ મળે છે. એક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણ મુજબ, દક્ષિણ કોરિયા, જર્મની અને યુકેએ તેનાં સંસાધનોને સફળતાપૂર્વક કૌશલ્યશીલ અને રોજગારને પાત્ર કર્મચારીઓમાં ૯૬ ટકા, ૭૫ ટકા અને ૬૮ ટકાની અસર સુધી ફેરવ્યા છે. દુર્ભાગ્યે, ભારતમાં આપણ માત્ર ૫ ટકા સુધી જ સફળ રહ્યા છીએ.
યુનિસેફ દ્વારા હાથ ધરાયેલ એક સર્વેક્ષણ મુજબ, એવો અંદાજ છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં, ભારતીય વસતિનું કાર્યદળ ૯૬ કરોડ ઉપર પહોંચી જશે. તે વધુમાં કહે છે કે આ આંકડા પૈકી અંદાજે ૩૧ કરોડ શૈક્ષણિક લાયકાતપ્રાપ્ત હોવાનું અનુમાન છે જ્યારે કૌશલ્યશીલ અને રોજગારને પાત્ર કર્મચારીઓ માત્ર તેના અડધાથી કંઈક વધુ (એટલે કે ૧૫ કરોડ આસપાસ) હોવાની આશા છે. ભારત કૌશલ્યશીલ અને વ્યાવસાયિક પ્રતિમામાં ૬૩ દેશોની યાદીમાં ૫૩મા ક્રમે છે. આ આપણી અને ભવિષ્યની પેઢીઓ માટે ભારે ચિંતાની વાત છે. બીજા એક સર્વેક્ષણમાં સંકેત છે કે ભારતની વસતિના અંદાજે ૭૦ ટકા સરકારો દ્વારા સૂચિત અને હાથ ધરાયેલા વિવિધ કૌશલ્ય વિકાસ કાર્યક્રમોથી હજુ અજાણ છે. હવે એ સમયની તાતી માગ છે કે વિવિધ રીતે ઝડપી દરે અને વિશાળ પાયે જાગૃતિ ફેલાવવામાં આવે જે એવા દરેકે દરેક નાગરિક સુધી પહોંચે જે સન્માનનીય આર્થિક રીતે સ્વતંત્ર જિંદગી જીવવા માગતી હોય. એ પણ જરૂરી છે કે ઉદ્યોગો અને રોજગાર બજારને આવા કાર્યક્રમો સાથે સાંકળી લેવામાં આવે જેથી વિદ્યાર્થીકાળથી જ વ્યાવસાયિકો અને કૌશલ્યશીલ કામદારો માટે કારકિર્દીનો એક પથ બની જાય.