ગુજરાત

gujarat

ETV Bharat / business

કૌભાંડી નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર EDનો સકંજો, કરોડોની કિંમતના હીરા અને મોતી વિદેશથી લવાયા

કૌંભાડ કરીને દેશમાંથી ભાગી જનારા નીરવ મોદી અને મેહુલ ચોકસી પર EDનો સકંજો કસાઇ રહ્યો છે. નીરવ મોદી અને મેહુલ ચોક્સીને EDએ ઝટકો આપ્યો છે. નીરવ મોદી અને મેહુલ ચોકસી પાસેથી EDએ ભારે વસૂલાત કરી છે. આ ભાગેડુ કૌભાંડીઓ પાસેથી EDએ કુલ 1 હજાર 350 કરોડ રૂપિયાની વસ્તુઓ કબ્જે કરી છે. આ કિંમતી વસ્તુઓ ભરેલા પાર્સલ હોંગકોંગથી મુંબઈ લાવવામાં આવ્યા છે. 2 હજાર 340 કિલોની કિંમતી વસ્તુઓ મુંબઈ લાવવામાં આવી છે.

કરોડોના કૌભાંડી નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર  EDનો સકંજો
કરોડોના કૌભાંડી નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર EDનો સકંજો

By

Published : Jun 10, 2020, 10:38 PM IST

મુંબઇ : EDએ મેહુલ અને નીરવ મોદીના ઝવેરાત અને કિંમતી ચીજવસ્તુઓને પરત લાવવા માટે હોંગકોંગના અધિકારીઓ સાથે તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. EDએ બુધવારે નીરવ મોદી અને મેહુલ ચોક્સીની હોંગકોંગમાં આવેલી કંપનીઓ પાસેથી રૂપિયા 1,350 કરોડના કિંમતના 2,300 કિલોથી વધુ ડાયમંડ અને મોતી જપ્ત કર્યા છે.

મુંબઈની PNB શાખામાં બે અબજ યુએસ ડોલરની કથિત બેંક છેતરપિંડીના મામલે ED આ બંને ઉદ્યોગપતિઓની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કરી રહી છે. એજન્સીએ કહ્યું કે, આ કિંમતી વસ્તુઓમાં હીરા, મોતી અને ચાંદીની ઝવેરાતનો સમાવેશ થાય છે અને તેની કિંમત 1,350 કરોડ રૂપિયા છે.

તેમણે વધુમાં કહ્યું કે, EDએ આ કિંમતી વસ્તુઓને પાછા લાવવા માટે હોંગકોંગના અધિકારીઓ સાથે તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details