ગુજરાત

gujarat

ETV Bharat / business

Indian Railways Tickets : રેલ્વેએ તત્કાલ, પ્રીમિયમ તત્કાલ બુકિંગથી 500 કરોડથી વધુની કરી કમાણી

2019-20ની સરખામણીમાં 2020-21માં તત્કાલ ટિકિટ બુકિંગથી ભારતીય રેલ્વેની(Indian Railways Tickets) કમાણી ઘટી છે. કોરોના રોગચાળાને કારણે ટ્રેનની કામગીરીમાં ઘટાડા પછી રેલવેએ વર્ષ 2020-21માં તત્કાલ, પ્રીમિયમ તત્કાલ ટિકિટોમાંથી(Premium Tatkal Tickets) 500 કરોડથી વધુની કમાણી કરી છે. રેલ્વેને ડાયનેમિક ફેર સિસ્ટમથી(Indian Railways Dynamic Fare) 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી પણ કરી છે.

Indian Railways Tickets : રેલ્વએ તત્કાલ, પ્રીમિયમ તત્કાલ બુકિંગથી 500 કરોડથી વધુની કમાણી કરી
Indian Railways Tickets : રેલ્વએ તત્કાલ, પ્રીમિયમ તત્કાલ બુકિંગથી 500 કરોડથી વધુની કમાણી કરી

By

Published : Jan 3, 2022, 11:47 AM IST

નવી દિલ્હી: રેલ્વેએ વર્ષ 2020-21 દરમિયાન તત્કાલ ટિકિટના શુલ્કથી(Railways Tatkal Ticket Charge) 403 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રેલ્વેએ પ્રીમિયમ તત્કાલ ટિકિટિંગ સિસ્ટમથી વધારાના 119 કરોડની કમાણી કરી છે. આ સિવાય 'ડાયનેમિક' ભાડા પ્રણાલીથી 511 કરોડ રૂપિયાની આવક થઈ છે. જો કે, કોરોના વાયરસ રોગચાળાને કારણે, મોટાભાગની કામગીરી વર્ષ 2020-21ના મોટાભાગના સમય માટે સ્થગિત રહી હતી.

ડાયનેમિક, તત્કાલ, પ્રીમિયમ તત્કાલમાં રેલ્વે વિભાગને કરોડોની આવક

મધ્યપ્રદેશના રહેવાસી ચંદ્રશેખર ગૌર દ્વારા દાખલ કરાયેલ RTIના જવાબમાં, રેલવેએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષમાં ડાયનેમિક ભાડામાંથી 240 કરોડ, તત્કાલ ટિકિટમાંથી 353 કરોડ અને પ્રીમિયમ તત્કાલ ચાર્જીસમાંથી 89 કરોડ એકત્ર કર્યા છે. નાણાકીય વર્ષ 2019-20માં, જ્યારે ટ્રેનના સંચાલન પર કોઈ નિયંત્રણો નહોતા, ત્યારે રેલ્વેએ 'ડાયનેમિક' ભાડામાંથી 1,313 કરોડ, તત્કાલ ટિકિટમાંથી 1,669 કરોડ અને પ્રીમિયમ તત્કાલ ટિકિટમાંથી 603 કરોડની કમાણી(Earnings of Indian Railways) કરી હતી.

આ પણ વાંચોઃ Indian Railway News: રેલવે યાત્રીઓને રાહત, 1 જાન્યુઆરીથી 20 ટ્રેનોમાં કરી શકશે જનરલ ટિકિટ પર યાત્રા

ભાડું શું છે?

રેલ્વેમાં ડાયનેમિક ભાડું સિસ્ટમ(Indian Railways Dynamic Fare) એવી સિસ્ટમ છે જેમાં માંગ પ્રમાણે ભાડું નક્કી કરવામાં આવે છે. આ ભાડું પ્રણાલી રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી ટ્રેનોમાં લાગુ છે. મુસાફરોની આ ત્રણ શ્રેણી સામાન્ય રીતે છેલ્લી ઘડીના પ્રવાસીઓ છે જેઓ પ્રીમિયમ ચાર્જ ચૂકવીને આ સેવાઓનો લાભ લે છે.

રેલવે ટિકિટનો ચાર્જ થોડા અંશે ગેરવાજબીઃ સમિતિ

રેલવે મંત્રાલયનો(Ministry of Railways) આ આંકડો રેલવે પર સંસદીય સ્થાયી સમિતિની ટિપ્પણીના એક મહિના પછી આવ્યો છે. સમિતિએ તેની ટિપ્પણીમાં કહ્યું હતું કે, તત્કાલ ટિકિટ પર વસૂલવામાં આવતા ચાર્જ થોડા અંશે ગેરવાજબી છે અને ખાસ કરીને એવા મુસાફરો પર મોટો બોજ નાખે છે જેઓ આર્થિક રીતે નબળા છે. તેમજ તેમના પરિવાર અને સંબંધીઓને મળવા માટે તત્કાલ પર મુસાફરી કરવાની જરૂર છે. સમિતિ ઈચ્છે છે કે મંત્રાલયે મુસાફરી કરેલ અંતરના પ્રમાણમાં ભાડા માટે પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચોઃ Vadodara Railway Station: નવીનીકરણ કરાયેલ વડોદરા રેલવે સ્ટેશનનું દર્શના જરદોશના હસ્તે કરાર્યું લોકાર્પણ

ABOUT THE AUTHOR

...view details