ગુજરાત

gujarat

ETV Bharat / business

ઈન્કમ ટેક્ષ રિર્ટન ભરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર સુધી વધારાઈ - ઈન્કમ ટેક્ષ રિર્ટન

નાણાં પ્રધાન નિર્મલા સિતારમને ગત વર્ષના બધા કરદાતાઓ માટે ટેક્ષ રિર્ટન ફાઈલ કરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે.

Etv Bharat
Tax Return

By

Published : May 13, 2020, 6:58 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઈરસને ધ્યાને રાખી સરકારે કરદાતાઓને મોટી રાહત આપી છે. નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે ગત વર્ષના બધા કરદાતાઓને આવક રિર્ટન ફાઈલ કરવાનની સમય મર્યાદામાં વધારો કર્યો છે.

નાણાકીય વર્ષ 2019-20 માટે તમામ આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2020 અને ઓક્ટોબર 31, 2020થી વધારીને 30 નવેમ્બર, 2020 સુધી કરવામાં આવી છે. એટલું જ નહીં ટેક્સ ઓડિટ માટેની અંતિમ તારીખ પણ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓક્ટોબર કરવામાં આવી છે. એટલું જ નહીં, ટેક્સ ઓડિટ માટેની અંતિમ તારીખ પણ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓક્ટોબર કરવામાં આવી છે.

નાણાં પ્રધાને ચેરિટેબલ ટ્રસ્ટ અને નોન-કોર્પોરેટ વ્યવસાયો સહિત તાત્કાલિક અસરથી માલિકીની, ભાગીદારી, એલએલપી અને સહકારી સંસ્થાઓના તમામને બાકી રિફંડ ચૂકવવાનું કહ્યું છે. સીતારામને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે 'વિવાદ'થી 'વિશ્વાસ' યોજનાની અવધિ વધારીને 31 ડિસેમ્બર 2020 કરવામાં આવી છે.

સીતારામણે સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)ના મોરચે પણ પગલા ભર્યા છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ ઇપીએફમાં 12-12 ટકા (એમ્પ્લોયર અને કર્મચારી) ફાળો આપવાની સુવિધા આવતા ત્રણ મહિના જૂન જુલાઈ અને ઓગસ્ટમાં લંબાવી દેવામાં આવી છે. અગાઉ આ સુવિધા માર્ચ-એપ્રિલ-મે મહિનાની હતી. સરકારની આ ઘોષણાથી ફક્ત તે કંપનીઓને ફાયદો થશે કે જેમની પાસે 100 કરતા ઓછા કર્મચારીઓ છે અને 90 ટકા કર્મચારીઓનો પગાર રૂપિયા 15,000 થી ઓછો છે. જેનાથી 2500 કરોડનો નફો મળશે. 72.22 લાખ કર્મચારીઓને આનો લાભ મળશે.

ABOUT THE AUTHOR

...view details