ગુજરાત

gujarat

ETV Bharat / business

ડૉ. રેડ્ડીજ અન્ય દેશોમાં સ્પુટનિક વી ની સપ્લાય કરવા RDIF સાથે કરી રહ્યા છે વાત - Apollo Hospitals

ડૉ. રેડ્ડીએ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે ભારતમાં કોવિડ-19 રસી સ્પુટનિકના 12.5 કરોડ લોકો માટે 25 કરોડ ડોઝ વેચવાનો કરાર કર્યો છે.

ડૉ. રેડ્ડીજ અન્ય દેશોમાં સ્પુટનિક વી ની સપ્લાય કરવા RDIF સાથે કરી રહ્યા છે વાત
ડૉ. રેડ્ડીજ અન્ય દેશોમાં સ્પુટનિક વી ની સપ્લાય કરવા RDIF સાથે કરી રહ્યા છે વાત

By

Published : May 19, 2021, 7:24 PM IST

  • ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ સ્પુટનિક વી વેક્સિન વેચવાના અધિકાર મેળવવા માટે કરી રહ્યા છે વાતચીત
  • ભારતમાં કોવિડ-19 રસી સ્પુટનિકના 25 કરોડ ડોઝ વેચવાનો કરાર કર્યો
  • RDIF તરફથી રસીના બે લાખથી વધુ ડોઝ મળ્યાં

હૈદરાબાદઃ ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ ભારત સહિત અન્ય દેશોમાં સ્પુટનિક વી વેક્સિન વેચવાના અધિકાર મેળવવા માટે RDIF સાથે વાતચીત કરી રહી છે. કંપનીના વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. ડૉ. રેડ્ડીએ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે ભારતમાં કોવિડ-19ની વેક્સિન સ્પુટનિકના 12.5 કરોડ લોકો માટે 25 કરોડ ડોઝ વેચવાનો કરાર કર્યો છે.

આ પણ વાંચોઃ ભારતને ઓક્ટોબર સુધી મળી શકે છે હર્ડ ઈમ્યુનિટીઃ SBI રિપોર્ટ

એપોલો હોસ્પિટલના સહયોગથી વેક્સિન લગાવવાની શરૂઆત કરવામાં આવી

ડૉ. રેડ્ડીઝને તાજેતરમાં જ RDIF તરફથી રસીના બે લાખથી વધુ ડોઝ મળ્યાં છે અને તાજેતરમાં એપોલો હોસ્પિટલના સહયોગથી વેક્સિન લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. ડૉ. રેડ્ડીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઈરેજ ઇઝરાઇલીએ કહ્યું, "અમે તેમની (RDIF) સાથે બીજા દેશો માટે જથ્થા અને અધિકારો, સંપત્તિ પરમિટ વિશે ચર્ચા કરી રહ્યા છીએ." એક સવાલના જવાબમાં ઇઝરાઈલીએ કહ્યું કે, તેમને આશા છે કે જો બધુ બરાબર ચાલશે તો 12 મહિનાની અંદર 12.5 કરોડ ડોઝની સપ્લાય પૂર્ણ થઈ જશે.

ABOUT THE AUTHOR

...view details