નવી દિલ્હી: આવકવેરા વિભાગે સોમવારે કહ્યું કે, આધારને PAN સાથે લિંક કરવું ફરજિયાત છે અને લોકોને 31 માર્ચની અંતિમ તારીખનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. વિભાગે છેલ્લા મહિને કહ્યું હતું કે, જો 31 માર્ચ સુધીમાં PANને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે તો PAN કાર્ડ કામ કરશે નહીં.
આવકવેરા વિભાગે કહ્યું, "આ સમયમર્યાદાનું પાલન કરો." વિભાગે સોશિયલ મીડિયા પર અપાયેલી પોસ્ટમાં કહ્યું છે કે, "31 માર્ચ, 2020 પહેલા PANને આધાર સાથે જોડવું ફરજિયાત છે. તમે બાયમેટ્રિક આધાર ચકાસણી દ્વારા અથવા એનએસડીએલ અને યુટીઆઇટીએસએલના PAN સેવા કેન્દ્રોની મુલાકાત લઈને કરી શકો છો."