ગુજરાત

gujarat

ETV Bharat / business

દુકાનો ખોલવા માટે રાજ્ય સરકારોના આદેશની રાહ જોવે વેપારી: કૈટ - કૈટે આપ્યાદુકાનદારોને આદેશ

કૈટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે કહ્યું કે ગૃહમંત્રાલયે દુકાનો ખોલવાનો આદેશ આપ્યો છે. પરંતુ હવે આપણે રાજ્ય સરકારોના નિર્ણયની રાહ જોવી પડશે. રાજ્ય સરકારોના આદેશો મુજબ સંબંધિત રાજ્યોના વેપારીઓએ તે મુજબ દુકાનો ખોલવાનો નિર્ણય કરવો જોઇએ.

shop
shop

By

Published : Apr 25, 2020, 4:45 PM IST

નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે જ્યારે હોટસ્પોટ્સ અને કન્ટામિનેટેડ વિસ્તારો સિવાય અન્ય સ્થળોએ શરતો સાથે દુકાનો ખોલવાની છૂટ આપી છે ત્યારે નાના વેપારીઓની સૌથી મોટી સંસ્થા કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) એ વેપારીઓને અપીલ કરી છે. કૈટએ વેપારીઓને કહ્યું કે રાજ્ય સરકારના આદેશોની રાહ જોઇને જ કોઈ પગલા લેવા જોઇએ.

કૈટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખંડેલવાલે કહ્યું કે ગૃહમંત્રાલયે દુકાનો ખોલવાનો આદેશ આપ્યો છે. પરંતુ હવે આપણે રાજ્ય સરકારોના નિર્ણયની રાહ જોવી પડશે. રાજ્ય સરકારોના આદેશો મુજબ સંબંધિત રાજ્યોના વેપારીઓએ તે મુજબ દુકાનો ખોલવાનો નિર્ણય કરવો જોઇએ.

શુક્રવારે મોડી રાત્રે જારી કરેલા એક આદેશમાં ગૃહમંત્રાલયે રાજ્યોમાં દુકાન અને એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા રહેણાંક સંકુલમાં કાર્યરત તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details