- આજે સતત 19મા દિવસે પેટ્રોલની કિંમત સ્થિર છે
- 2 મહિનાથી વધુ સમય પછી આજે ડીઝલની કિંમત વધી
- આજે ડીઝલની કિંમતમાં 20થી 22 પૈસા પ્રતિલિટરનો થયો વધારો
નવી દિલ્હીઃ દેશમાં ડીઝલની કિંમત ફરી એક વાર (Diesel Price Hike) વધી છે. આજે (શુક્રવારે, 24 સપ્ટેમ્બરે) 2 મહિનાથી વધુ સમય પછી ડીઝલની કિંમત ફરી એક વાર વધી છે. જોકે, આજે સતત 19મા દિવસે પેટ્રોલની કિંમત સ્થિર રાખવામાં આવી છે. રાજધાની દિલ્હીમાં ડીઝલ 88.62 રૂપિયા પ્રતિલિટરથી વધીને 88.82 રૂપિયા પ્રતિલિટર થઈ ગયું છે. તો મુંબઈમાં ડીઝલની કિંમત આજે વધારા સાથે 96.19 રૂપિયા પ્રતિલિટરથી વધીને 96.41 રૂપિયા પર પહોંચ્યું છે. જો એક વાર કાચા તેલની કિંમત પર નજર કરીએ તો, કાલે આમાં ઘટાડો આવ્યો હતો. તો બ્રેન્ટ ક્રુડ 0.12 ટકા ગગડીને 76.10 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
આ પહેલા 15 જુલાઈએ ડીઝલની કિંમતમાં વધારો થયો હતો
આપને જણાવી દઈએ કે, આ પહેલા 15 જુલાઈએ ડીઝલની કિંમતમાં વધારો થયો હતો. ત્યારે પેટ્રોલ 15 પૈસા મોંઘું થયું હતું, પરંતુ ત્યારબાદથી કિંમત સ્થિર હતી. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પણ ઈંધણ તેલમાં કેટલાક દિવસો ઘટાડો થયો હતો.
જાણો, ક્યાં શું કિંમત છે?
શહેર | પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર | ડીઝલ (રૂ.) (પ્રતિલિટર |
અમદાવાદ | 98.04 | 95.49 |
દિલ્હી | 101.19 | 88.82 |
મુંબઈ | 107.26 | 96.41 |
કોલકાતા | 101.62 | 91.92 |
ચેન્નઈ | 98.96 | 93.46 |
બેંગ્લોર | 104.70 | 94.27 |
ભોપાલ | 109.63 | 97.65 |
લખનઉ | 98.30 | 89.23 |
પટના | 103.79 | 94.80 |
ચંદીગઢ | 97.40 | 88.56 |
cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે