ગુજરાત

gujarat

ETV Bharat / business

સુરક્ષા ભંગ કરવા બદલ DGCAએ 'એર એશિયા ઈન્ડિયા'ના બે વરિષ્ઠ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા - ઓપરેશન ચીફ મનીષ ઉપ્પલ

ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના (DGCA) અધિકારીએ કહ્યું કે, અમે જૂન મહિનામાં એર એશિયા ઇન્ડિયાના બે વરિષ્ઠ અધિકારીઓ - ઓપરેશન ચીફ મનીષ ઉપ્પલ અને ફ્લાઇટ સેફ્ટી ચીફ મુકેશ નેમાને નોટિસ આપી હતી, હવે તેમને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."

એર એશિયા ઈન્ડિયા
એર એશિયા ઈન્ડિયા

By

Published : Aug 11, 2020, 7:12 PM IST

નવી દિલ્હી: DGCAએ 'એર એશિયા ઈન્ડિયા'ના બે વરિષ્ઠ અધિકારીઓને સુરક્ષા ભંગ કરવાના મામલામાં ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, લગભગ એક અઠવાડિયા પહેલા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એર એશિયા ઈન્ડિયાના એક પૂર્વ પાયલટે એરલાઇન પર આ વર્ષે જૂનમાં સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. પાયલટ એક પ્રખ્યાત યુટ્યુબર પણ છે અને યુટ્યુબ પર એક ચેનલ છે જેને 'ફ્લાઈંગ બીસ્ટ' કહે છે.

ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનના અધિકારીએ કહ્યું કે, અમે એર એશિયા ઇન્ડિયાના બે વરિષ્ઠ અધિકારીઓ - ઓપરેશન ચીફ મનીષ ઉપ્પલ અને ફ્લાઇટ સેફ્ટી ચીફ મુકેશ નેમાને જૂન મહિનામાં નોટિસ ફટકારી હતી. હવે તેમને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. "

પ્રખ્યાત યુટ્યુબર કેપ્ટન ગૌરવ તનેજાએ 14 જૂને ટ્વિટ કર્યું હતું કે "એક વિમાનના સુરક્ષિત સંચાલન અને તેમના યાત્રિકો માટે અવાજ ઉઠાવવાના કારણે" તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 15 જૂને, તેણે યુટ્યુબ પર "પાઇલટની નોકરીથી મને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ" શીર્ષક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

તનેજાએ વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે, એરલાઇને તેમના પાઇલટ્સને ઇંધણ બચાવવા માટે 98 ટકા લેંડિંગ 'ફ્લૈપ 3' મોડમાં કરવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો તે આમ નહીં કરે તો એરલાઇન તેને તેની માનક સંચાલન પ્રક્રિયાનું ઉલ્લંઘન માને છે. તનેજાએ તેને યાત્રિકોની સલામતી માટે જોખમ ગણાવ્યું હતું.

DGCAએ 15 જૂને ટ્વિટ કર્યું હતું કે, એરલાઇન્સ સામે કેટલાક હિતધારકો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓની નોંધ લીધી હતી. DGCA એ આ કેસની તપાસ શરૂ કરી છે.DGCAના વરિષ્ઠ અધિકારીઓએ 15 જૂને કહ્યું કે, તનેજાના આક્ષેપો બાદ 'એર એશિયા ઇન્ડિયા' વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details