ગુજરાત

gujarat

ETV Bharat / business

કોરોના કાળ હોવા છતાં ભારતના અબજોપતિ બન્યા વધુ ધનિક - ભારતના અબજોપતિ

ફોર્બ્સ ઈન્ડિયાએ 2020 માટે ધનિકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના સૌથી ધનિક ગણાતા લોકોની સંપત્તિમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોરોના કાળ હોવા છતાં ભારતના અબજોપતિઓ પર ધનની વર્ષા યથાવત્ રહી હતી. કોરોના જેવા કપરા કાળમાં પણ ભારતના ધનિકોએ પોતાની સંપત્તિમાં ખૂબ જ વધારો કર્યો છે.

કોરોના કાળ હોવા છતાં ભારતના અબજોપતિ બન્યા વધુ ધનિક
કોરોના કાળ હોવા છતાં ભારતના અબજોપતિ બન્યા વધુ ધનિક

By

Published : Oct 9, 2020, 1:42 PM IST

બિઝનેસ ડેસ્ક: ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ 2020 અનુસાર, દેશમાં અબજોપતિઓએ વર્ષ 2019ની સરખામણીમાં 2020માં પોતાની સંપત્તિમાં 88.62 બિલિયન ડોલર ઉમેર્યા. વર્ષ 2020માં કોવિડ-19 મહામારીએ ભારતીય અર્થવ્યવસ્થાને ખૂબ જ મોટો ઝટકો આપ્યો હતો. તેમ છતાં ભારતના સૌથી ધનિક કહેવાતા લોકો ન ફક્ત પોતાની સંપત્તિને જાળવી રાખી, પરંતું પોતાની સંપત્તિમાં ખૂબ જ વધારો કરવામાં પણ સફળ રહ્યા.

પોતાની સંપત્તિમાં ખૂબ વૃદ્ધિ કરી, જેનાથી દેશની આવકની અસમાનતામાં વૃદ્ધિ થઈ છે. ફોર્બ્સ ઈન્ડિયા રિચ લિસ્ટ 2020 જાહેર થઈ ચૂક્યું છે. ગુરુવારે જાહેર થયેલી ફોર્બ્સની યાદીમાં જાણવા મળ્યું હતું કે, જે વર્ષમાં આર્થિક સંકળામણ જોવા મળ્યું હતું અને તમામ પ્રકારના ધંધાને ફટકો પડ્યો છે. તેવામાં ભારતના અબજોપતિઓએ આફતને અવસરમાં ફેરવી તેઓ વધુ ધનિક બની ગયા છે.

ફોર્બ્સ અનુસાર, કોવિડ-19 મહામારી હોવા છતાં 2019ની તુલનામાં 2020માં ભારતના અબજોપતિઓએ પોતાની સંપત્તિમાં 88.62 બિલિયન ડોલર વધુ ઉમેર્યા છે. મુકેશ અંબાણી સતત 13મા વર્ષે ભારતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે યથાવત છે. તેમની કુલ સંપત્તિમાં 37.3 બિલિયન ડોલરનો વધારો થયો છે, જેનાથી તેમની સંપત્તિ 88.7 બિલિયન ડોલર એટલે કે 73 ટકા વધારો થયો છે. અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીએ પોતાની સંપત્તિમાં 61 ટકાનો એટલે કે 25.2 બિલિયન ડોલરનો વધારો કર્યો છે. આ સાથે તેઓ બીજા સ્થાને આવ્યા છે. જ્યારે એચસીએલના શિવ નાદર 20.4 બિલિયન ડોલરના કુલ નેટવર્થ સાથે સૌથી ધનિકમાં ત્રીજા ક્રમાંક પર છે. રસપ્રદ વાત એ છે કે, સૌથી ધનિક અને બીજા ધનિક વચ્ચેનું અંતર એટલે કે અંબાણી અને અદાણી વચ્ચેનું અંતર જોઈએ તો એક વર્ષ પહેલાની તુલનાએ 2020માં લગભગ બમણો વધારો થઈને 63.5 બિલિયન ડોલરની વૃદ્ધિ જોવા મળી હતી.

વેક્સિન નિર્માતા સાઈરસ પુનાવાલાએ ટોપ 10માં પોતાનું સ્થાન મેળવી લીધું છે. કારણ કે તમામની નજર કોવિડ-19 એન્ટિડોટ પર ટકેલી છે. જ્યારે બાયોકોનની કિરણ મજૂમદાર 100 ટકાના મામલામાં સૌથી વધારે ધન મેળવનારી બની ગઈ છે, જેમની કુલ કમાઈ 2019ની સરખામણીમાં 93.28 ટકા વધી છે. બ્રિટાનિયા ઈન્ટસ્ટ્રિઝના નુસ્લી વાડિયાએ 2019ની સરખામણીમાં 2020માં 43.67 ટકાની સંપત્તિમાં ઘટાડો જોયો હતો. જ્યારે નિરપેક્ષ રૂપથી આ વર્ષે 3.6 બિલિયનની સંપત્તિ સાથે શાપૂરજી પલ્લોનજી ગ્રૂપના પલ્લોનજી મિસ્ત્રીની કમાણી થઈ.

ABOUT THE AUTHOR

...view details