- પ્રત્યેક રૂ. 2ના ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ રૂ. 555-585ની પ્રાઇસ બેન્ડ
- લઘુતમ બિડ લોટ 25 ઇક્વિટી શેરનો છે અને ત્યાર પછી 25 ઇક્વિટી શેરોના ગુણાંકમાં
- ફ્લોટ પ્રાઇસ ઇક્વિટી શેરના ફેસ વેલ્યુના 277.50 ગણી છે
અમદાવાદ: સ્વદેશી રીતે વિકસિત સંરક્ષણ ઉત્પાદનોના ઉદ્યોગને પહોંચી વળતી વર્ટિકલી ઇન્ટીગ્રેટેડ ડિફેન્સ અને એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ સમાધાન પ્રદાતા ડેટા પેટર્ન (ઇન્ડિયા) લિમિટેડ (Data Patterns (India) Ltd)નો આઈપીઓ 14 ડીસેમ્બરે ખૂલી રહ્યો છે અને 16 ડીસેમ્બરે ઓફર બંધ થશે. શેરની પ્રાઈઝ બેન્ડ રૂ.555-585 નિયત કરી છે.
નવો પબ્લિક ઈસ્યૂ 240 કરોડનો છે
પબ્લિક ઇશ્યૂ (Public Issue)માં રૂ.240 કરોડના નવા ઇશ્યુ અને વિક્રેતા શેરહોલ્ડરો દ્વારા 59,52,550 ઇક્વિટી શેરોના વેચાણ માટે ઓફરનો સમાવેશ થાય છે. ઓએફએસમાં શ્રીનિવાસગોપાલન રંગરાજન દ્વારા 19,67,013 સુધી ઇક્વિટી શેરોના, રેખા મૂર્તિ રંગરાજન દ્વારા 19,67,012 સુધી ઇક્વિટી શેરોના, સુધીર નાથન દ્વારા 75,000 સુધી ઇક્વિટી શેરોના, જી. કે. વસુંધરા દ્વારા 4,14,775 સુધી ઇક્વિટી શેરોના અને મોજૂદ શેરધારકો દ્વારા 15,28,750 સુધી ઇક્વિટી શેરોના વેચાણનો સમાવેશ થાય છે.
આઈપીઓ પહેલા રૂ.60 કરોડનું પ્લેસમેન્ટ
ફ્લોરિન્ટ્રીનો ટેકો ધરાવતી આ ડિફેન્સ અને એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ રૂ.60 કરોડ સુધી એકત્રિત 10,39,861 ઇક્વિટી શેરોનું પૂર્વ આઈપીઓ પ્લેસમેન્ટ હાથ ધર્યું છે. કંપની નવા ઇશ્યુમાંથી કંપની દ્વારા ઉપલબ્ધ અમુક બાકી ઋણની પૂર્વચુકવણી પુનઃચુકવણી કરવા માટે રૂ.60.80 કરોડ, તેની કાર્યશીલ મૂડીની આવશ્યકતાઓ માટે ભંડોળ પૂરું પાડવા રૂ.95.19 કરોડ, ચેન્નાઈ ખાતે તેનાં એકમોના અપગ્રેડેશન અને વિસ્તરણ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રૂ.59.84 કરોડ સુધી ચોખ્ખી પ્રાપ્તિઓનો ઉપયોગ કરવા માટે છે.
નફામાં 164 ટકાનો વધારો
ડેટા પેટર્ન્સ ઈન્ડિયા લિમિટેડ (Data Patterns (India) Ltd)ના અધ્યક્ષ શ્રીનિવાસગોપાલનના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2020 અને 2021 વચ્ચે આશરે 164 ટકાની ચોખ્ખી નફાકારક વૃદ્ધિ ધરાવે છે અને ભારતમાં ડિફેન્સ અને એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી કંપનીમાંથી એક છે. તેની મુખ્ય કાર્યક્ષમતાઓમાં ઇલેક્ટ્રોનિક હાર્ડવેર ડિઝાઇન અને વિકાસ, સોફ્ટવેર ડિઝાઇન અને વિકાસ, ફર્મવેર ડિઝાઇન અને વિકાસ, યાંત્રિક ડિઝાઇન અને વિકાસ, પ્રોડક્ટ પ્રોટોટાઇપ ડિઝાઇન અને વિકાસ, ઉત્પાદન, કાર્યશીલ પરીક્ષણ અને વેલિડેશન, પર્યાવરણ પરીક્ષણ અને વેરિફિકેશન અને આફ્ટર સેલ્સ સપોર્ટ એન્જિનિયરિંગ સેવાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:MapMyIndia In Capital Market: સી. ઈ. ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડનો IPO 09 ડિસેમ્બરે ખૂલશે
આ પણ વાંચો:Paytmના શેરોમાં કડાકો યથાવત, 2 દિવસમાં પ્રતિ શેર 850 રૂપિયાનું નુકસાન