ટોક્યો: રશિયા સામે કડક પ્રતિબંધો (Russia Ukraine War) અને માગમાં વધારો થવાના કારણેબ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં (Rise in the price of crude oil) પ્રતિ બેરલ 10 ડોલરથી વધુનો ઉછાળો આવ્યો છે. તેની અસર શેરબજાર પર પણ જોવા મળી હતી. સોમવારે શેરબજારમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો. ભારતમાં સોમવારે BSEએ 1,600 પોઈન્ટથી વધુનો ઘટાડો કર્યો છે.
બ્રેન્ટ ક્રુડ ઓઈલની કિંમતમાં 10 ડોલરનો વધારો
સોમવારે સવારે બ્રેન્ટ ક્રુડ ઓઈલની કિંમતમાં (Rise in the price of crude oil) કેટલાક સમય માટે 10 ડોલરનો વધારો થયો હતો. તેની કિંમત (Rise in the price of crude oil) લગભગ 130 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. આ માટે રશિયા વિરુદ્ધ આકરા પ્રતિબંધોના વધતા આહ્વાન વચ્ચે યુક્રેનમાં સંઘર્ષ વધવાને કારણ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં રશિયા બીજો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે. તેવામાં રશિયાથી સપ્લાયમાં ગડબડ થાય તો કિંમતે (Rise in the price of crude oil) વધશે. આ તમામની વચ્ચે લીબિયાની રાષ્ટ્રીય તેલ કંપનીએ કહ્યું હતું કે, સશસ્ત્ર સમૂહે 2 મહત્વપૂર્ણ તેલ ક્ષેત્રોને બંધ કરી દીધા હતા. ત્યારબાદ તેલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો-Stock Market India: પહેલા દિવસે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1,326 પોઈન્ટ તૂટ્યો