- દેશના મોટા ભાગના રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર થઈ ગઈ
- આજે સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો
- સોમવારે બ્રેન્ટ ક્રુડ 1.92 ટકાના ઘટાડા સાથે 73.89 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું
નવી દિલ્હીઃ દેશના મોટા ભાગના રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર થઈ ગઈ છે. ત્યારે આજે સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. જોકે, આ મહિનાની શરૂઆતમાં પેટ્રોલ-ડીઝલની કિમતમાં ઘટાડો થયો હતો, પરંતુ હજી સુધી કોઈ અન્ય વધારો કે ઘટાડો નથી થયો. કાચા તેલના બજારને જોઈએ તો, અહીં ઘટાડો આવ્યો છે, પરંતુ આની અસર ઘરેલુ કિંમતો પર નથી પડી. સોમવારે બ્રેન્ટ ક્રુડ 1.92 ટકાના ઘટાડા સાથે 73.89 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
આ પણ વાંચો-આજે મજબૂતી સાથે શરૂ થતા Share Marketમાં આવી તેજી, સેન્સેક્સ 254 પોઈન્ટ ઉછળ્યો
ચેન્નઈને છોડીને તમામ મેટ્રો શહેરમાં પેટ્રોલ 100ને પાર પહોંચ્યું
અત્યારે ચેન્નઈને છોડીને તમામ મેટ્રો શહેરમાં પેટ્રોલ 100ને પાર પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107 રૂપિયાથી ઉપર ચાલી રહી છે. દિલ્હીમાં પણ પેટ્રોલ 101 રૂપિયા પ્રતિલિટરના હિસાબે ચાલી રહ્યું છે. જોકે, કાચા તેલના બજારને જોઈએ તો, ત્યાં ઘટાડો આવ્યો છે, પરંતુ આની અસર ઘરેલું કિંમત પર નથી પડી. ગયા સત્રમાં એટલે કે સોમવારે બ્રેન્ટ ક્રુડ 1.92 ટકાના ઘટાડા સાથે 73.89 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી છે.
આ પણ વાંચો-પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ લિમિટેડનો આઈપીઓ 21 સપ્ટેમ્બરે ખુલશે