કોરોના વાયરસથી પીડિત કર્મચારીઓને રજાના દિવસના પગારની ચૂકવણી કરશે એમેઝોન
એમેઝોનને બુધવારે જણાવ્યું હતું કે, કોઈ કર્મચારી કોરોના વાયરસથી પીડિત હશે તો તેને સવેતનિક લાભ આપવામાં આવશે. દુનિયાની પ્રમુખ ઓનલાઈન ખરીદી માટે જાણીતી કંપનીએ જણાવ્યું હતું કે, તેઓએ 2.5 કરોડ ડૉલરનું રાહતનું રિલીફ ફંડ સ્થાપ્યું છે, જે રોગચાળાથી અસરગ્રસ્ત અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને મદદ કરશે. તેમજ કોવિડ -19 થી પ્રભાવિત અથવા નિરીક્ષણ હેઠળ રાખવામાં આવેલા બધા એમેઝોન કર્મચારીઓને બે અઠવાડિયાની રજાના પગારની ચૂકવણી કરવામાં આવશે."
દૈનિક આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા 70 હજારથી ઘટીને 62 હજારે પ્રતિદિન પહોંચી
કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, એરપોર્ટ પર પહોંચનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા કોરોના વાયરસના પ્રકોપના કારણે ઘટીને 70 હજારથી 62 હજાર થઈ ગઈ છે.