નવી દિલ્હી: કેન્દ્ર 14 એપ્રિલથી લોક઼ડાઉનમાં ઉડ્ડયન ક્ષેત્રે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સ્પાઈસ જેટ તેના મુસાફરો માટે લોકડઉન બાદની ઉડાણ ભરાવવા માટે તૈયાર છે. જેમાં ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ દ્વારા સામાજિક અંતરનાં પાલન અર્થે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સ્પાઇસ જેટ લોકડાઉન બાદ સામાજિક અંતરની યોજના સાથે ઉડાણ માટે તૈયાર મળતી માહિતી પ્રમાણે, સ્પાઇસ જેટે સામાજિક અંતર અંગેનું એક બ્લુપ્રિન્ટ તૈયાર કર્યું છે, જે લોડાઉન બાદ શરૂ કર્યા પછી મુસાફરો વચ્ચે પૂરતી જગ્યાની ખાતરી કરશે. એરલાઇને પોતાના ટર્મિનલમાં બેઠક વ્યવસ્થામાં ખાસ યોજના બનાવી છે. જ્યાં ફક્ત 15 મુસાફરોને અંદર પ્રવેશ આપવામાં આવશે અને તેમને 'એક્સ' ચિહ્નિત બેઠકો પર બેસવા દેવામાં આવશે નહીં.
એ જ રીતે, બોર્ડિંગ સીડી પણ રાખવામાં આવી છે, જે રાત્રે પ્રકાશિત થશે અને વિમાનમાં પ્રવેશતા કે બહાર નીકળતી વખતે ફક્ત 5 જ લોકો સીડી પર ઉભા રહી શકશે PM મોદીએ 14 માર્ચના રોજ સાંજે 21 દિવસીય દેશવ્યાપી લોકડાઉન કરવાની ઘોષણા કરી તે પહેલાં હમણાં જ દેશમાંથી ફક્ત કાર્ગો ફ્લાઇટ્સ અને વિશેષ ફ્લાઇટ્સ કાર્યરત છે અને પેસેન્જર એર ટ્રાફિક-ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બંને રોકી દેવામાં આવ્યું હતું.
સ્પાઇસ જેટ લોકડાઉન બાદ સામાજિક અંતરની યોજના સાથે ઉડાણ માટે તૈયાર મુંબઇના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSIA)ની ETV BHARAT દ્વારા લેવાયેલી તસવીરો બતાવે છે કે, એરપોર્ટ હવે મુસાફરોનું સ્વાગત કરવા માટે તૈયાર છે. ચેક-ઇન કાઉન્ટર સ્પેસ, ટર્મિનલ પ્રવેશ, ચેક-ઇન, સુરક્ષા, ઇમિગ્રેશન, વેઇટિંગ એરિયા અને બોર્ડિંગ એરિયા કોરોના વાઈરસ રોગચાળો સમાપ્ત ન થાય ત્યાં સુધી કડક સામાજિક અંતરના ધોરણોનું પાલન કરવાનું પણ નિર્ધારિત કરવામાં આવ્યું છે.
ગત મહિને DGCAએ એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટરો માટે સામાજિક અંતર અંગે અનેક માર્ગદર્શિકા બહાર પાડી હતી. નિયમનકારી સંસ્થાએ ફ્લાયર્સને વિનંતી કરી હતી કે, ચેક-ઇન કાઉન્ટરો, પ્રતીક્ષા સ્થળો અને સુરક્ષા ચકાસણી દરમિયાન ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવું જરૂરી છે.
સ્પાઇસ જેટ લોકડાઉન બાદ સામાજિક અંતરની યોજના સાથે ઉડાણ માટે તૈયાર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)એ મુસાફરોની ફ્લાઇટ્સનું શિડ્યુલ ફરી શરૂ થાય ત્યારે હવાઈ મુસાફરો માટે નવી યોજના તૈયાર કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયને રજૂ કરાયેલ પ્રોટોકોલ (MoCA)એ જણાવ્યું હતું કે, "એરપોર્ટ પર પહોંચનારા મુસાફરો તેમની ફ્લાઇટના સમય પહેલા માસ્ક, ગ્લોવ્સ અને સેનિટાઇસર્સ જેવા યોગ્ય રક્ષણાત્મક ગિયર સાથે બે કલાક પહેલા આવવાનું રહશે."