ગુજરાત

gujarat

ETV Bharat / business

કોરોના-લોકડાઉનને લીધે 2 લાખથી વધુ નોકરીઓ જશે: FADA - કોવિડ-19

ફાડા (FADA)નું માનવું છે કે, ડિલરશીપ કક્ષાએ કામ કરનારા મોટી સંખ્યામાં પોતાની નોકરી ગુમાવવી શકે છે. ગયા વર્ષની તુલનામાં આ વખતે સ્થિતિ વધુ વણસી છે, જ્યારે વાહન બજારમાં લાંબી સુસ્તીને કારણે લગભગ બે લાખ લોકોને નોકરી ગુમાવવી પડી શકે છે.

covid-19
કોરોના-લોકડાઉનને લીધે 2 લાખથી વધુ નોકરીઓ જશે: FADA

By

Published : Jun 14, 2020, 8:19 PM IST

નવી દિલ્હી: વાહન ડિલર્સના સંગઠન ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન (FADA)ને આશંકા છે કે, કોરોના વાઇરસના રોગચાળાને કારણે ડિલર્સના સ્તરે મોટા પાયે નોકરીઓ જઈ શકે છે.

ફાડાનું માનવું છે કે, ડિલરશીપ કક્ષાએ કામ કરનારા મોટી સંખ્યામાં પોતાની નોકરી ગુમાવવી શકે છે. ગયા વર્ષની તુલનામાં આ વખતે સ્થિતિ વધુ વણસી છે, જ્યારે વાહન બજારમાં લાંબી સુસ્તીને કારણે લગભગ બે લાખ લોકોને નોકરી ગુમાવવી પડી શકે છે.

ફાડા પ્રમુખ હર્ષરાજ કાલે કહ્યું હતું કે, "જો માંગમાં સુધારો નહીં થાય તો ચોક્કસપણે નોકરીઓ જશે." વેચાણમાં ભારે ઘટાડા વચ્ચે ગયા વર્ષે મેથી જૂન દરમિયાન દેશભરમાં વાહન ડિલરશીપ દ્વારા લગભગ બે લાખ નોકરીઓ કાપવામાં આવી હતી. જોકે કાલે એમ પણ કહ્યું હતું કે, કોવિડ-19ને કારણે કયા પ્રકારની નોકરીઓ ઓછી થશે, એનું સ્પષ્ટ ચિત્ર ચાલુ મહિનાના અંત સુધીમાં બહાર આવી જશે.

મહત્વનું છે કે, દેશમાં કોરોનાને કારણે એપ્રિલ અને મે મહિનામાં સંપૂર્ણ લોકડાઉન થઈ ગયું હતું, જેથી હવે વાહનની માંગની શું સ્થિતિ શું હશે એ તમે અનુમાન કરી શકો છે. જૂનના અંત સુધીમાં ખબર પડી જશે કે, આ રોગચાળાએ અર્થતંત્રને કેટલું નુકસાન કર્યું છે. શહેરી અને ગ્રામીણ વચ્ચેના કયા માર્કેટ વિસ્તારોને આની સૌથી વધુ અસર થઈ છે. કોવિડ-19થી ઉચ્ચ વર્ગ અને મધ્યમ વર્ગ પર વધુ અસર થઈ છે.

ABOUT THE AUTHOR

...view details