ગુજરાત

gujarat

ETV Bharat / business

રાહતઃ IRDAIએ જીવન વીમા પોલિસીના નવીનીકરણ માટે મુક્તીનો સમય વધારીને 31 મે કર્યો

IRDAIએ કહ્યું કે, કોરોના વાઇરસ મહામારીને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને પોલિસી ધારકોને રાહત અપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

ETV BHARAT
રાહતઃ IRDAIએ જીવન વીમા પોલિસીના નવીનીકરણ માટે મુક્તીનો સમય વધારીને 31 મે કર્યો

By

Published : May 11, 2020, 12:01 PM IST

નવી દિલ્હીઃ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(IRDAI)એ જીવન વીમા પોલીસીના નવીનીકરણ માટે છૂટનો સમય 31 મે સુધી વધારી દીધો છે. આ રાહત એ પોલિસી માટે છે, જેના પ્રીમિયમની ચૂકવણી માર્ચમાં થવાની હતી. લોકડાઉનનો સમય વધારાયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

આ અગાઉ IRDAIએ 23 માર્ચ અને 4 એપ્રિલને તે વીમા પોલિસીના પ્રીમિયમની ચૂકવણીમાં વધારાના 30 દિવસની છૂટ આપવાની જાહેરાત કરી હતી. જેના પ્રીમિયમની ચૂકવણી માર્ચ અને એપ્રીલમાં કરવાની હતી.

IRDAIએ કહ્યું કે, કોરોના વાઇરસ મહામારીને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને પોલિસી ધારકોને રાહત અપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

હવે લોકડાઉનને વધારીને 17 મે 2020 સુધીની સમય મર્યાદા કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને વીમા નિયમનકારે તમામ જીવન વીમા પોલિસીના કેસમાં પ્રીમિયમની ચૂકવણી 31 મે સુધી કરવાની છુટ

આપી છે. આ વ્યવ્સ્થા એ પોલિસી માટે છે, જેના પ્રીમિયમની ચૂકવણી માર્ચ મહિનામાં કરવાની હતી.

IRDAIએ એક પ્રકાશનમાં કહ્યું કે, કોરોના વાઇરસ મહામારીના કારણે દેશવ્યાપી લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ચમાં કરવામાં આવનારા તમામ પ્રીમિયમની ચૂકવણીની સમય મર્યાદા વધારીને 31 મે 2020 કરવામાં આવી છે.

IRDAIએ તમામ જીવન વીમા કંપનીઓમે પ્રીમિયમની ચૂકવણી ઓનલાઈન સ્વીકારવાની વ્યવસ્થા કરવા અંગે પણ કહ્યું છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details