કોલકાતા: કોરોના વાઈરસના સંકટની વચ્ચે જાહેરાત ઉદ્યોગ દ્વારા સરકારને કંપનીના રોકાણ તરીકે બ્રાંડિંગ પર થતા ખર્ચને ધ્યાનમાં લેવા અને ત્રણ વર્ષ માટે ઋણમુક્તિ તેમજ કરવેરાના લાભ આપવા જણાવ્યું છે.
કોરોના વાઇરસઃ જાહેરાત એજન્સીઓએ સરકાર પાસે મદદ માગી
એડવર્ટાઇઝિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ આશિષ ભસીને જણાવ્યું કે, આવા ફાયદાવાળી કંપનીઓ બ્રાન્ડ બનાવવા અને વધુ ખર્ચ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સંકટ દરમિયાન ઉદ્યોગને મદદ કરશે.
કોરોના વાઇરસઃ જાહેરાતની એજન્સીઓએ સરકાર પાસે મદદ માંગી
જાહેરાત જગતના સંગઠને ઘણા સૂચનોની યાદી સૂચના અને માહિતી પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને મોકલી છે.
એડવર્ટાઇઝિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ આશિષ ભસીને કહ્યું કે, અમે સરકારને ઘણા સૂચનો આપ્યા છે. સરકારે અમને કોઈ આર્થિક સહાય આપવાની જરૂર નથી. જાહેરાત ખર્ચ માટે ત્રણ વર્ષના ગાળામાં છૂટ આપવી જોઈએ.