- ભારતીય ઓફિસ માર્કેટ પર પડી કોરોનાની વિપરીત અસર
- કોલિયર્સ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ નાયરે આપ્યો ઈન્ટરવ્યુ
- ભારતને ઓફિસ માર્કેટ ભાડુઆતોથી વધુ અનુકૂળ થઈ ગયું છેઃ કોલિયર્સ ઈન્ડિયા
નવી દિલ્હીઃ ઓફિસને ભાડે આપવાની ઝડપ આ વર્ષે થોડી સુધારવાની આશા છે, પરંતુ આના કોવિડ-પહેલાના સ્તર પર પહોંચવામાં અત્યારે 2 વર્ષ લાગી શકે છે. આ વાત પ્રોપર્ટી સલાહકાર ફર્મ કોલિયર્સ ઈન્ડિયાએ (Property Consulting Firm Colliers India) કહી છે.
આ પણ વાંચો-ભારત દુ:ખદાયક સમય છે, અર્થવ્યવસ્થા 2019થી પણ નીચેના સ્તર પર : અભિજીત બેનર્જી
ભારતીય ઓફિસ માર્કેટ ભાડુઆતોથી વધુ અનુકુળ બન્યું
કોલિયર્સ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ નાયરે (Ramesh Nair, Chief Executive Officer, Colliers India) એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભારતનું ઓફિસ માર્કેટ ભાડુઆતોથી વધુ અનુકૂળ થઈ (Corona Effect on Office Market) ગયું છે. તેમણે વર્ષ 2021ના કેલેન્ડર વર્ષમાં આ સ્થિતિ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે કહ્યું હતું કે, આ વર્ષ ગયા વર્ષની સરખામણીમાં થોડું સારું રહેશે. આવતા વર્ષે પણ આનાથી મજબૂતી મળશે.