નવી દિલ્હીઃ કોરોના વાઇરસના પડકાર વચ્ચે વડાપ્રધાન મોદીએ દેશમાં લોકડાઉનને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. PM મોદીએ સંબોધનમાં કહ્યું કે, જે શહેરમાં હોટસ્પોટ નહીં બને, ત્યાં 20 એપ્રિલ બાદ છુટછાટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે, કાલે એટલે કે, બુધવારે આ અંગે સરકાર વિસ્તૃત ગાઈડ લાઈન આપશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, 20 એપ્રિલની છુટછાટ ગરીબોને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે.
લોકડાઉન વધારવાના PMના આદેશ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા કેન્દ્રીય પ્રધાન પી.ચિદમ્બરે નિવેદન આપ્યું છે. ચિદમ્બરમે ટ્વીટ કર્યું કે, ગરીબોને 21+19=40 દિવસ પોતાની વ્યવસ્થા કરવા માટે છોડી દેવામાં આવ્યા છે. ધન છે, ભોજન છે પરંતુ સરકાર આપશે નહીં.