ગુજરાત

gujarat

ETV Bharat / business

ચાઇનીઝ વીડિયો ઍપ ટિકટૉક હવે નહી કરી શકો ડાઉનલોડ, ભારતમાં કરાઇ બ્લૉક - સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી: મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર કાર્યવાહી કરતા મંગળવારના રોજ ગૂગલે ચાઇનીઝ ઍપ ટિકટૉકને ભારતમાં બ્લૉક કરી છે. ગૂગલે મંગળવારના રોજ ટિકટૉક ઍપને પ્લે સ્ટૉરમાંથી હટાવી દીધી છે. ટિકટૉક ઍપ પ્લે સ્ટૉર પરથી હટાવ્યા બાદ હવે કોઇપણ વ્યક્તિ તેને ડાઉનલોડ નહી કરી શકે.

ડિઝાઇન ફોટો

By

Published : Apr 17, 2019, 10:18 AM IST

સોમવારના રોજ કેન્દ્ર સરકારે ટૅકનોલોજી ક્ષેત્રે દિગ્ગજ માનવામાં આવતી કંપની ગૂગલ તથા ઍપલ મોબાઇલ ઍપ ટિકટૉક પર પ્રતિબંધ મુકવાના હાઇકોર્ટના આદેશનું પાલન કરવા માટે કહ્યું હતું. જો કે ટિકટૉક કંપનીએ કાર્યવાહીમાં ન્યાયાલયની સહાયતા માટે એક વરિષ્ઠ વકિલની નિયુક્તિના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ત્યારે રાજ્યના ન્યાયાલયે આ મામલે બાઇટ ડાંસ પાસે લેખિતમાં પ્રસ્તુતિઓ આપવાની વિનંતી કરી હતી. જેની આગલી સુનાવણી 24 એપ્રિલના રોજ નિર્ધારીત કરવામાં આવી છે.

જો કે ભારતમાં ટિકટૉક ઍપ એપલના પ્લે સ્ટોરમાં મંગળવારની રાત સુધી ઉપલબ્ધ હતી. પણ ગૂગલના પ્લે સ્ટૉર પર ઉપલબ્ધ ન હતી. તો આ મામલે ગૂગલે કહ્યું હતું કે, 'તેઓ આ મામલે કોઇપણ નિવેદન આપવા નથી માગતા પણ સ્થાનિક કાયદાનું પાલન કરવા ઇચ્છે છે'

ભારતમાં ટિકટૉકનું વિષ્લેષણ કરનારી સેન્સર કંપની ટાવરનું કહેવું છે કે, ભારતમાં ફેબ્રુઆરી સુધી આ ઍૅપને 24 કરોડ વખત ડાઉનલોડ પણ કરવામાં આવી છે. જો કે જે લોકોએ આ એપ્લિકેશન પહેલાથી ડાઉનલોડ કરી ચૂક્યા છે, તેઓ આ ઍપ્લિકેશનનો વપરાશ કરી શકશે.

મદ્રાસ હાઇકોર્ટે ટિકટૉક ઍપ્લિકેશન દ્વારા અશ્લિલ સામગ્રી પબ્લિશ કરવામાં આવતી હોવાની ચિંતા જણાતા કેન્દ્ર સરકારને 3 એપ્રિલના રોજ આ ઍપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવા માટેના નિર્દેશ કર્યા હતા. આટલું જ નહી, કોર્ટે મીડિયા કંપનીઓ પર પણ ટિકટૉક એપ્લિકેશન પર વીડિયો ટેલિકાસ્ટ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે, જો કે આ ટિકટૉક ઍપ્લિકેશની માલિકી બાઇટડાંસ પાસે છે.

ABOUT THE AUTHOR

...view details