નવી દિલ્હી: કોરોના વાઇરસ કારણે દેશની અર્થવ્યવસ્થા પર મોટી અસર છે, ત્યારે અર્થિક મંદીને પહોંચી વળવા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ હોવા છતાં કેટલીક હળવી છૂટછાટ આપવામાં આવી છે. જેથી લોકડાઉન પછી કેન્દ્ર સરકારે મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને ફરીથી શરૂ કરવાનો નવો નિર્ણય લીધો છે. જો કે, આ અંગે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
લોકડાઉન 3.0: ઉત્પાદન કરતા ઉદ્યોગ માટે માર્ગદર્શિકા જાહેર - અર્થિક મંદી
વિશાખાપટ્ટનમની એક ફેક્ટરીમાં ગેસ લિકેજની ઘટનાને પગલે રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)એ લોકડાઉન પછી ઉદ્યોગોને ફરીથી ખોલવા અને કામદારોની સુરક્ષા માટે લેવામાં આવતી સાવચેતી પગલાઓ માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી છે.
કેન્દ્ર સરકારે ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી એક માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કહ્યું કે, કોઈ પણ ઉદ્યોગે ઉચ્ચ ઉત્પાદન હાંસલ કરવા કોઈ પ્રયાસ ન કરવો જોઇએ. સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, જોખમ ઓછું રાખવા અને ઔદ્યોગિક એકમોને પુન: શરૂ કરવા માટે કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે. જેમાં ઉદ્યોગોના યુનિટ શરૂ કરતી વખતે પ્રથમ સપ્તાહને ટ્રાયલ રાખવી અને બધા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું.
દેશમાં કોરોનાને રોકવા માટે 14 દિવસનું લોકડાઉન 3.0 ચાલું છે. ત્યારે આ લોકડાઉન 17 મેના રોજ સમાપ્ત થશે. મંત્રાલયે સલાહ આપી છે કે, ઉદ્યોગો એવી વ્યવસ્થા કરે કે, કર્મચારીઓને અસામાન્ય અવાજ, કોઈ ગંધ, ખુલ્લા વાયર, લીક્સ, ધૂમ્રપાન અથવા અન્ય પ્રકારની અસામાન્યતાઓને ઓળખ થઈ જાય.