ભારતના કોમ્પિટિશન કમિશને એક આદેશમાં જણાવ્યું છે કે, 'મોબાઇલ ફોન બ્રાન્ડ અને ઇ-કૉમર્સ ફોરમ્સ વચ્ચેની ખાસ વ્યવસ્થાના આધારે ઈ-કોમર્સ કંપનીઓના પસંદગીના કેટલાક વિક્રેતાઓને પ્રાધાન્ય આપવાના આક્ષેપોના આધારે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. "
CCI એ એમેઝોન, ફ્લિપકાર્ટ સામે તપાસના આપ્યા આદેશ - એમેઝોન ન્યુઝ
નવી દિલ્હી: કૉમ્પિટિશન રેગ્યુલેટર સીસીઆઇએ સોમવારે ફ્લિપકાર્ટ અને એમેઝોન વિરુદ્ધ વેચાણના ભાવમાં જંગી છૂટ અને પસંદગીના વિક્રેતાઓ સાથે જોડાણ સહિતની અન્ય ગેરરીતિઓના આરોપમાં તપાસનો આદેશ આપ્યો છે. દિલ્હી ટ્રેડ ફેડરેશન દ્વારા કરાયેલી ફરિયાદ બાદ તપાસ લેવાના આદેશ અપાયા છે.
amazon
કમિશને જણાવ્યું હતું કે, ફ્લિપકાર્ટ અને એમેઝોન દ્વારા કથિત વિશાળ છૂટ આપવામાં આવી રહી છે, જેની તપાસ કરવાની જરૂર છે, ઈ-માર્કેટ પ્લેટફોર્મ પર કેટલાક વિક્રેતાઓને જોડવાનું અને તેમની સાથે વિશિષ્ટ કરારનો ઉપયોગ કરીને પ્રતિસ્પર્ધાને તોડવાનું કાવતરુ છે? શું તેની પ્રતિસ્પર્ધા પર વિપરીત અસર પડે છે?
નોંધનીય છે કે, એમેઝોનના સ્થાપક જેફ બેજોસ આ અઠવાડિયે ભારતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. આ જ સમયે ફ્લિપકાર્ટના પ્રવક્તાએ કહ્યું કે, કંપની સીસીઆઈના આદેશની સમીક્ષા કરશે.