- કારટ્રેડ ટેકના શેરની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 1585- 1618
- શેરની લઘુત્તમ બિડ 9 ઈક્વિટી શેરની છે
- આઈપીઓ 11 ઓગસ્ટે બંધ થશે
કારટ્રેડ ટેક લિમિટેડનો IPO 09 ઓગસ્ટ, 2021ના રોજ ખુલશે - કારટ્રેડ ટેક લિમિટેડ
કારટ્રેડ ટેક લિમિટેડ ( CarTrade Tech Limited ) આઈપીઓ ( IPO ) લઈને મૂડીબજારમાં પ્રવેશી રહી છે.કારટ્રેડ ટેકનો આઈપીઓ 9 ઓગસ્ટના રોજ ખુલશે અને 11 ઓગસ્ટે બંધ થશે. તેના શેરનું BSE અને NSE માં લિસ્ટીંગ થશે.
અમદાવાદ:કારવાલે, કારટ્રેડ, શ્રીરામ ઓટોમોલ, બાઇકવાલે, કારટ્રેડ એક્સચેન્જ, એડ્રોઇટ ઓટો અને ઓટો બિઝ જેવી પોતાની કેટલીક ઇન્ટિગ્રેટેડ બ્રાન્ડ્સ મારફતે મલ્ટિ-ચેનલ ઓટો પ્લેટફોર્મ કારટ્રેડ ટેકના ( CarTrade Tech Limited ) ઇક્વિટી શેરનો IPO 09 ઓગસ્ટ, 2021, સોમવારે ખુલશે અને 11 ઓગસ્ટ, 2021, બુધવારે બંધ થશે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂપિયા 1,585થી 1,618 નક્કી કરી છે.
કંપનીને ઓફરમાંથી ભંડોળ નહી મળે
ઓફરમાં વિક્રેતા શેરધારકો દ્વારા 1,85,32,216 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. વિક્રેતા શેરધારકોમાં સીએમડીબી II, હાઇડેલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, મેક્રિટચી ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, સ્પ્રિંગફિલ્ડ વેન્ચર ઇન્ટરનેશનલ, બિના વિનોદ સાંધી, ડેનિયલ એડવર્ડ નીયરી, શ્રી ક્રિષ્ના ટ્રસ્ટ, વિક્ટર એન્થોની પેરી III, વિનય વિનોદ સાંધી સામેલ છે. કંપનીને ઓફરમાંથી કોઈપણ પ્રકારનું ભંડોળ નહીં મળે.