મુંબઇઃ છૂટક ધંધાર્થીઓના સંગઠન કંફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સે (કૈટ) શુક્રવારે કહ્યું કે, તે જલ્દી જ વિભિન્ન પ્રૌદ્યોગિક ભાગીદારો સાથે મળીને તમામ છૂટક વેપારીઓ માટે એક રાષ્ટ્રીય ઇ-કૉમર્સ માર્કેટપ્લસ 'ભારત માર્કેટ' શરૂ કરશે.
કૈટે જણાવ્યું કે, આ વિનિર્માતાઓ માટે લૉજિસ્ટિક્સથી લઇને આપૂર્તિ શ્રૃખંલા તથા ઉપભોક્તાઓના ઘરે સામાન પહોંચાડવા માટે વિભિન્ન પ્રોદ્યોગિક કંપનીઓની ક્ષમતાઓને એકઠી કરશે. તેમાં દેશભરના છૂટક કારોબારીઓની ભાગીદારી હશે.