નવી દિલ્હી: કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ બુધવારે કહ્યું હતું કે, તે ભારતમાં આગામી તહેવારની સીઝન દરમિયાન ચીનથી આયાત કરેલા માલના બહિષ્કાર માટે આંદોલન કરશે.
કેઇટે કહ્યું કે, લોકો 'મેડ ઇન ઇન્ડિયા' માલ ખરીદે તે માટે તેમણે એક વિસ્તૃત વ્યૂહરચના બનાવી છે. જે દેશભરમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહેશે. એક સંદેશમાં કેઇટે વેપારીઓને સલાહ આપી હતી કે, દરેક ઉત્સવને લગતા ભારતીય માલ આવનારા ઉત્સવ દરમિયાન વિપુલ પ્રમાણમાં માર્કેટમાં ઉપલબ્ધ થવા જોઇએે. આ વખતે ભારતમાં ઉત્સવોની શરૂઆત 3 ઓગસ્ટથી રક્ષાબંધનના તહેવારથી શરૂ થશે અને 25 નવેમ્બર સુધી ચાલશે.