લોકસભામાં રજૂ કરાયેલો આ ખરડો અડચણો દૂર કરવા અને કોર્પોરેટ ઈનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માગે છે. જેમાં સફળ બોલી લગાવનારાઓને સંબંધિત કંપનીઓના અગાઉના પ્રમોટરો દ્વારા કરવામાં આવેલા ગુનાઓ માટે ગુનાહિત કાર્યવાહીના કોઈપણ જોખમથી બચાવવામાં આવશે.
ઈનસોલ્વન્સી એક્ટમાં સંશોધન કરવાના વટહુકમને કેબિનેટે આપી મંજૂરી
નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાનમંડળે ઈન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડમાં (IBC) વધુ સુધારો કરવાના વટહુકમને મંજૂરી આપી દીધી છે. ગત 12 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકારે ઈન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડમાં સુધારો કરવા એક ખરડો રજૂ કર્યો હતો. આ અંગે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, કેબિનેટે આ કોડમાં સુધારો કરવાના વટહુકમને મંજૂરી આપી દીધી છે.
પ્રકાશ જાવડેકર
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ઈન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ (બીજો સુધારો) બિલનો ઉલ્લેખ કર્યો હતો. જે કોર્પોરેટ ઈનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા પ્રયાસ કરે છે. આ સમિતિમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સદસ્ય છે.
ભાજપના સાંસદ અને પૂર્વ રાજ્ય નાણાપ્રધાન જયંત સિંહાની અધ્યક્ષતાવાળી સમિતિને ત્રણ મહિનાની અંદર તપાસ કરીને બિલ અંગે રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.