- ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ VILના બિનકાર્યકર નિર્દેશક અને બિનકાર્યકર અધ્યક્ષ (Non-executive director and non-executive chairman) પદેથી આપ્યું રાજીનામું
- આદિત્ય બિરલા સમૂહ (Aditya Birla Group) તરફથી નિયુક્ત હિમાંશુ કપાનિયા (Himanshu Kapania)ને બિનકાર્યકર અધ્યક્ષ (Non-executive director) નિયુક્ત કરવામાં આવ્યા છે
- આ ફેરફાર એવા સમયમાં કરવામાં આવ્યો છે, જ્યારે VILને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે
નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ વોડાફોન-આઈડિયા (Vodafone Idea)ના બિનકાર્યકર નિર્દેશક અને બિનકાર્યકર અધ્યક્ષ પદને છોડી દીધું છે. કંપનીએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. વોડાફોન-આઈડિયા લિમિટેડે (VIL) કહ્યું હતું કે, આદિત્ય બિરલા સમૂહ તરફથી નિયુક્ત હિમાંશુ કપાનિયા (Himanshu Kapania)ને બિનકાર્યકર અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ફેરફાર એવા સમયમાં કરવામાં આવ્યો છે, જ્યારે VILને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કંપનીએ શેર બજારમાં આપેલી સૂચનામાં કહ્યું હતું કે, વોડાફોન આઈડિયાના નિર્દેશક મંડળે આજે બેઠકમાં કુમાર મંગલમ બિરલાને બિનકાર્યકર નિર્દેશક અને બિનકાર્યકર અધ્યક્ષ પદ છોડવાના અનુરોધને 4 ઓગસ્ટ 2021એ કામકાજના કલાકોની સમાપ્તિથી સ્વીકાર કર્યો છે.
આ પણ વાંચો-Share Market: સપ્તાહના ચોથા દિવસે શેર બજારની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,200ને પાર
હિમાંશુ કપાનિયા પાસે 25 વર્ષનો અનુભવ છે